કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?
- કલાકારોના વિવાદને શાંત પાડવા માટે આગેવાનો આવ્યાં આગળ
- સમાજના આગેવાનોએ હવે નેગેટિય કોમેન્ટ કરતા વીડિયો ના મુકતા
- બે કલાકારોએ વીડિયો દ્વારા એકબીજા શાબ્દીક વાર પણ કર્યાં હતા
Bhavnagar: ગુજરાતમાં અત્યારે કેટલાક કલાકારો વચ્ચે વાક્ યુદ્ધ ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. આ બે કલાકારોએ એકબીજા શાબ્દીક વાર પણ કર્યાં છે. એટલું જ નહીં પરંતુ હવે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો ઝઘડો થોડો શાંત થયો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Devayat Khavad એ Brijraj Gadhvi ને કહ્યું- જે મુઠ્ઠી બાંધેલી છે તેને ઉઘાડી ના કરો! જુઓ આ વીડિયો
કાઠી સમાજ અને ચારણ - ગઢવી સમાજ વચ્ચે પેઢીઓથી સંબંધો
ગઢવી સમાજ અને કાઠી સમાજના આગેવાનો એ બન્ને સાહિત્યકારોને સોસીયલ મીડિયામાં કોઈ પણ પ્રકારનો વીડિયો નહી મુકવાની સલાહ સાથે ફરજ પાડી હોવાનું સામે આવ્યું છે. કાઠી સમાજ અને ચારણ - ગઢવી સમાજ વચ્ચે પેઢીઓથી સંબંધો હોય અને મામા ભાણેજનો નાતો હોય ત્યારે કલાકારોની બિનજરૂરી માથાકૂટ બંને સમાજને નુક્શાન પહોંચાડે તેમ હોવાથી બન્ને સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને આ વિવાદને શાંત પાડવામાં માટે પહેલ કરી છે.
આ પણ વાંચો: Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
નેગેટિવ કોમેન્ટ નહીં મુકવા આગેવાનોએ કરી વિનંતી
નોંધનીય છે કે, હાલ સોસીયલ મીડિયામાં બન્ને કલાકારોનો ઝઘડો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. ત્યારે ગઢવી સમાજ અને કાઠી સમાજની આજની પેઢીના યુવાનોને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની નેગેટિવ કોમેન્ટ નહીં મુકવા આગેવાનોએ વિનંતી કરી છે. બન્ને કલાકારોનો વ્યક્તિગત ઝઘડો છે અને તેની અસર બન્ને સમાજ પર થઈ રહી હોવાથી, હવે વીડિયોના મુકવા સમજાવ્યા અને તમારી વ્યક્તિગત બાબત હોય રૂબરૂ બન્ને મળો ત્યારે ‘મોરે મોરો’ ભટકાડી દેજો બાકી અત્યારે વીડિયો મુકવાનું બંધ કરો તેવી વિનંતી આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


