ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : પાલિતાણામાં લોહિયાળ મારામારી, 8 થી વધુ ઘવાયા, 5 લોકો ગંભીર!

હાથીયાધાર વિસ્તારમાં બે જુથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જબરદસ્ત મારામારી થઈ હતી.
11:30 PM Apr 16, 2025 IST | Vipul Sen
હાથીયાધાર વિસ્તારમાં બે જુથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જબરદસ્ત મારામારી થઈ હતી.
Bhavnagar_gujarat_First main
  1. Bhavnagar નાં પાલિતાણામાં મારામારીનો બનાવ
  2. હાથીયાધાર વિસ્તારમાં લોહિયાળ મારામારી
  3. મારામારીમાં આઠથી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત
  4. પૈસાની લેતી દેતી મામલે થઈ લોહિયાળ મારામારી
  5. ઇજાગ્રસ્તોને પાલિતાણા સરકારી હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરનાં (Bhavnagar) પાલિતાણામાં મારામારીનો બનાવ બન્યો છે. હાથીયાધાર વિસ્તારમાં લોહિયાળ મારામારીની ઘટનામાં 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ઇજાગ્રસ્તોને પાલિતાણા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે, પાંચ લોકોની હાલત વધુ ગંભીર હોવાતી વધુ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ રેફર કરાયા છે. પૈસાની લેતી દેતી મામલે મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે, પાલિતાણા ટાઉન પોલીસે (Palitana Town Police) બંને પક્ષે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢ-ધોરાજી રોડ પર ગમખ્વાર અકસ્માત, આશાસ્પદ 3 યુવકના મોત

હાથીયાધાર વિસ્તારમાં લોહિયાળ મારામારી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) પાલિતાણામાં આવેલા હાથીયાધાર વિસ્તારમાં બે જુથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જબરદસ્ત મારામારી થઈ હતી. જોતા જ આ મારામારીએ લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, લોહિયાળ મારામારીની આ ઘટનામાં 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલિતાણા સરકારી હોસ્પિટલ (Palitana Government Hospital) ખસેડાયા છે.

આ પણ વાંચો - Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા, જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ!

8 થી વધુ ઇજાગ્રસ્ત, 5 ની હાલત ગંભીર હોવાથી સર ટી હોસ્પિટલ ખસેડાયા

જો કે, ઇજાગ્રસ્તો પૈકી 5 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ (Sir T Hospital) લઈ જવાયા છે. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસે બંને પક્ષે સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મારામારીની ઘટનાને પગલે હાથીયાધાર વિસ્તારમાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ, સ્થિતિ નિયંત્રણમાં હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Rajkot City Bus Accident : ડ્રાઇવર અંગે મોટો ખુલાસો! પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

Tags :
BhavnagarBloody fight between two groupsCrime NewsGUJARAT FIRST NEWSGujarat PoliticsHatiyadhar AreaPalitanaPalitana Government HospitalPalitana Town PoliceSir T HospitalTop Gujarati News
Next Article