Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : વલ્લભીપુરમાં મેઘરાજાનો કહેર! પંચાયતનાં પ્રમુખે CM-કૃષિમંત્રીને લખ્યો પત્ર

તાલુકા પંચાયત પ્રમુખ મેહુલકુમાર ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી મદદની માગ કરી છે.
bhavnagar   વલ્લભીપુરમાં મેઘરાજાનો કહેર  પંચાયતનાં પ્રમુખે cm કૃષિમંત્રીને લખ્યો પત્ર
Advertisement
  1. ભાવનગરના (Bhavnagar) વલ્લભીપુરમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો
  2. વલ્લભીપુર તાલુકા પંચાયતનાં પ્રમુખ મેહુલ ગોહિલનો મુખ્યમંત્રીને પત્ર
  3. ભારે વરસાદથી ખેતરોમાં ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન
  4. રોડ રસ્તાઓમાં ધોવાણ થતાં રસ્તા રિપેરિંગ કરવા રજૂઆત કરી
  5. તાલુકા પ્રમુખ મેહુલ ગોહિલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી

Bhavnagar : વલ્લભીપુરમાં (Vallabhipur) ખાબકેલા ધોધમાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ખેતરોમાં ઊભા પાકનું ધોવાણ થતાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ છે. ત્યારે, વલ્લભીપુર તાલુકા પંચાયતનાં પ્રમુખ મેહુલ ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કૃષિમંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) પત્ર લખ્યો છે અને રોડ-રસ્તા રિપોરિંગ કરવા અને ખેડૂતોને વળતર આપી મદદ કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Jamnagar : ચોમાસામાં સાચવજો..! કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ, તમામની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે

Advertisement

Advertisement

ભાવનગરના વલ્લભીપુરમાં મુશળધાર વરસાદે વિનાશ વેર્યો!

ચોમાસાનાં પહેલા જ વરસાદે ભાવનગરમાં (Bhavnagar) હાહાકાર મચાવી દીધો છે. શહેર-જિલ્લાનાં વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. રોડ-રસ્તાનું ધોવાણ થયું તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. આથી, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલકુમાર ગોહિલે (Mehul Gohil) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી મદદની માગ કરી છે.

આ પણ વાંચો - જનતાનાં રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત એ વંદે ભારત એક્સપ્રેસથી સુરત-અમદાવાદની મુસાફરી કરી

પાક નુકસાન, રોડ-રસ્તાનું ધોવાણ થયું, મદદની કરી માગ

માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) તાલુકા પંચાયત પ્રમુખ મેહુલકુમાર ગોહિલે પત્ર લખી જણાવ્યું કે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાકનું ધોવાણ થયું છે, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જ્યારે બીજી તરફ રોડ-રસ્તાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેથી તેમને રિપેરિંગ કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવા માટે પણ રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 231 હતભાગીના DNA મેચ થયા, 8 પરિવાર હજું પણ જોઈ રહ્યા છે રાહ!

Tags :
Advertisement

.

×