Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે
- આખરે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સામે નોંધાયો ગુનો
- કળસાર સદભાવના હોસ્પિટલમાં મહિલાનું થયું હતું મોત
- કાજલબેન બારૈયાનું 16-8ના રોજ ડોક્ટરની બેદરકારીથી થયું હતું મોત
- ડૉકટરે એનેસ્થેસિયા આપ્યા બાદ પરિણીતાને ભાનમાં જ ન આવી
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ડૉક્ટરની બેદરકારીના કારણે પરિણીત મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, આ સમગ્ર બાબતને લઈને ડૉક્ટર સામે ગુનો નોંધાયો છે. વિગતે વાત કરીએ તો, મહુવાની કળસાર સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાજલબેન બારૈયાનું 16-08-2024 ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હતું. ગર્ભાશયના ઓપરેશન માટે દાખલ મહિલાને લાયકાત ન ધરાવતા ડૉક્ટરે એનેસ્થેસિયા આપ્યા બાદ પરિણીત મહિલા ભાનમાં જ ન આવી અને બાદમાં કાજલબેનનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ
ડૉ.પ્રવીણભાઈ બલદાણીયા, ડૉ.જીતેશભાઈ કળસરીયા સામે ફરિયાદ
નોંધનીય છે કે, સમગ્ર મામલે મૃતક મહિલાનું ફોરેન્સિક પી એમ કરવામાં આવ્યું હતું અને મૃત્યુ અંગેનો કમિટી પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. જેમાં કળસાર સદભાવના હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારી ખુલી છે. આ બેદરકારીમાં ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણીયા, ડૉક્ટર જીતેશભાઈ કળસરીયા અને ડૉક્ટર મંથન સોજીત્રા વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાયી છે.
આ પણ વાંચો: Surat: પાંડેસરામાં મહિલાના મૃતદેહનો ઉકેલાયો ભેદ, કુકરથી હત્યા કરાઇ
ડોક્ટર મંથન સોજીત્રા વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાયી
આ તમામ ડોક્ટરે લેપ્રોસ્કોપી સર્જરી પહેલા એનેસ્થેટીકને ન બોલાવી જાતે જ એનેસ્થેસિયા આપી માનવ જિંદગીને જોખમાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી આ ડૉક્ટરો સામે પોલીસ ફરિયાદ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે! અત્યારે તો રિપોર્ટ આવ્યાં બાદ ડૉક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


