Bhavnagar : ભાવનગરવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર, દિવાળી ટાણે જ આ ટ્રેન સંપૂર્ણ રદ!
- Bhavnagar થી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ
- લાંબા અંતરની ટ્રેન તહેવાર સમયે જ રદ કરાતા મુસાફરોને હાલાકી
- માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં યાત્રીઓની મુશ્કેલી વધી
- શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ અમુદ્દત માટે રદ
Bhavnagar : ભાવનગરવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાવનગરથી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરવાનો નિર્ણય કરાયો છે. શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ (Shaheed Captain Tushar Mahajan Janmabhoomi Express) અમુદ્દત માટે રદ કરવામાં આવી હોવાનાં અહેવાલ છે. તહેવાર સમયે જ લાંબા અંતરની ટ્રેન રદ કરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ ટ્રેન રદ થતાં માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં (Jammu and Kashmir) યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે.
આ પણ વાંચો - Surat BJP : સુરત ભાજપ પાર્ટી કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી!
Bhavnagar માં તહેવાર સમયે જ લાંબા અંતરની ટ્રેન રદ કરાતા હાલાકી
ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન દિવાળીનાં તહેવારોનાં સમયમાં જ રદ કરવામાં આવી હોવાનાં સમાચાર છે. માહિતી અનુસાર, ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ અમુદ્દત માટે રદ કરાઈ છે. ઉધમપુર લાઈન પર ચાલતી કામગીરીને લઇ રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન નં. 19107 ભાવનગર-ઉધમપુર અને 19108 ઉધમપુર-ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી હોવા અંગે DRM કચેરી ખાતેથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા માહિતી આપવામાં આવી હોવાની માહિતી છે.
ભાવનગરથી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ
લાંબા અંતરની ટ્રેન તહેવાર સમયે જ રદ કરાતા હાલાકી
માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરના યાત્રીઓની મુશ્કેલી વધી
શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ અમુદ્દત માટે રદ
ટ્રેન નં. 19107ભાવનગર-ઉધમપુર અને 19108 ઉધમપુર-ભાવનગર રદ
ઉધમપુર લાઈન પર… pic.twitter.com/01BzslcAO9— Gujarat First (@GujaratFirst) October 8, 2025
આ પણ વાંચો - Ahmedabad : કાલુપુર બ્રિજ પરની 10 દુકાન એક સાથે ધરાશાયી, અફરાતફરીનો માહોલ!
માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરના યાત્રીઓની મુશ્કેલી વધશે
દિવાળીનાં તહેવાર (Diwali Festival 2025) સમયે જ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઊપડતી શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન અમુદ્દત સમય માટે રદ થતાં લાંબા અતંરનાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રદ થતાં માતા વૈષ્ણોદેવી (Mata Vaishno Devi), જમ્મુ કાશ્મીર સુધી મુસાફરી કરતા યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા સપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી છે.
આ પણ વાંચો - Rajkot : જયરાજસિંહ જાડેજા પાટીદારોને અન્યાય કરે છે : જગદીશ સાટોડિયા


