Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત
- Bhavnagar ના બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળી
- પડવા પાવર પ્લાન્ટનાં 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના
- પડવા પાવર પ્લાન્ટનાં યુનિટ 1 નાં 0 મીટર ટર્બાઇનમાં આગ લાગી હોવાની માહિતી
- ભાવનગર, તળાજા, પાડવા ફાયર વિભાગ ટીમનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
- આગની ઘટનામાં મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત નીપજ્યા
Bhavnagar : ભાવનગરમાંથી મોટા દુર્ઘટનાનાં સમાચાર આવ્યા છે. બાડી ગામે આવેલા પડવા પાવર પ્લાન્ટમાં (Padwa Power Plant) વિકરાળ આગ ભભૂકી ઊઠી છે. પડવા પાવર પ્લાન્ટ 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ લાગી હોવાની મહિતી છે. આગનાં બનાવને પગલે વિસ્તારમાં અફરા તરફરીનો માહોલ છે. જ્યારે, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. બનાવને પગલે ભાવનગર, તળાજા (Talaja) અને પાડવા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 251 હતભાગીના DNA મેચ થયા, 245 મૃતદેહ પરિવારને સોંપાયા
પડવા પાવર પ્લાન્ટનાં 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) બાડી ગામે આવેલા પડવા પાવર પ્લાન્ટનાં 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં અચાનક ભયંકર આગ લાગી છે. પડવા પાવર પ્લાન્ટનાં (Padwa Power Plant) યુનિટ 1 નાં 0 મીટર ટર્બાઇનમાં આગ લાગી હોવાની માહિતી છે. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. પાવર પ્લાન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ભાવનગર, તળાજા અને પાડવા ફાયર વિભાગની અલગ-અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
આ પણ વાંચો - બે આરોપીની ધરપકડ બાદ DILR કચેરીના સર્વેયરને ACB એ મધરાત્રીના કેવી રીતે પકડ્યો ?
આગની ઘટનામાં મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત નીપજ્યા
પડવા પાવર પ્લાન્ટ 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ આગનાં બનાવમાં કેટલાક પક્ષીઓનાં મોત નીપજ્યા છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ વ્યક્તિનું મોત અથવા દાઝ્યા હોવાના સમાચાર નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ


