Bhavnagar : માઢીયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં 5 વર્ષથી વીજળી જ નથી ?
- Bhavnagar ના મહુવાનાં માઢીયા ગામમાં સરકારી માધ્યમિક શાળાની દયનીય સ્થિતિ!
- છેલ્લા 5 વર્ષથી શાળામાં વીજળી જ નથી તેવો આરોપ
- સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સાફ-સફાઈ ન હોવાનો પણ આક્ષેપ
- વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં તેવો શાળા તંત્રનો દાવો
Bhavnagar : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં માઢીયા ગામમાં (Madhiya village) આવેલી સરકારી માધ્યમિક શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. શાળામાં છેલ્લા 5 વર્ષથી લાઇટ વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો આરોપ છે. સાથે જ શાળામાં સાફ-સફાઈ, ટોયલેટ, ગ્રાઉન્ડ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે. ધોરણ 9 થી 12 સુધીનાં વિધાર્થી પોતાનું ઘડતર લાઈટ વિનાની સ્કૂલમાં કરી રહ્યા હોવાનું વાલીઓ કહી રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot : ગજરાજને માર મારવાના Video મુદ્દે મહંત જ્યોતિર્નાથ મહારાજ રોષે ભરાયા!
સંબંધિત વિભાગનાં અધિકારીઓ, શાળા તંત્રની બેદરકારીનો આરોપ
પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં આવેલ માઢીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી લાઇટ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમ વાલીઓએ જણાવ્યું છે. વર્ષ 2008 માં સરકારી માધ્યમિક શાળા સારા બાંધકામ તેમ જ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી હતી. પરંતુ, સમયની સાથે સ્કૂલ તંત્રની બેદરકારી અને સંબંધિત વિભાગનાં અધિકારીઓની ઉદાસીનતાનાં કારણે વિદ્યાર્થીઓ લાઇટ વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા હોય તેવા આરોપ છે. ગરમીનાં સમયમાં અહીં લાઇટ વગર બાળકો કેવી રીતે ભણતા હશે તે વિચારવાની વાત છે.
આ પણ વાંચો - Ahmedabad : વિરમગામમાં ઘર, સરકારી હોસ્પિ., Bus ડેપો, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા! જુઓ Photos
શાળામાં ટોયલેટ, ગ્રાઉન્ડ, લોબીમાં સાફ-સફાઈનો પણ અભાવ
શાળામાં ટોયલેટ, ગ્રાઉન્ડ, લોબીમાં સાફ-સફાઈનો પણ અભાવ જોવા મળે છે. 24 કલાક વીજળીની વાત કરતી સરકાર અને તંત્ર પણ આ મામલે કોઈ પગલાં લેતા નથી તેમ વાલીઓ જણાવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આ સ્કૂલ કોસ્ટેલ વિસ્તારમાં આવેલી હોવાથી અહીંયા ગરીબી રેખા નીચે જીવતા પરિવારના બાળકો ધોરણ 1 થી હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરે છે. પરંતુ, લાઇટ વગર બાળકો કેવી રીતે શિક્ષણ લઈ રહ્યા છે અને તેમના ભવિષ્યને લઈ વાલીઓએ ચિંતા વ્યક્ત છે. કોઈ સુવિધા અને સગવડ ન હોવા છતાં સરપંચ અને શિક્ષકો અહીં પ્રવેશોત્સવ મનાવે છે તેવી વાત સામે આવી છે.
આ પણ વાંચો - RathYatra2025 : ગજરાજને માર મારતા Video મામલે તપાસનો ધમધમાટ


