Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : PM Modi ના આગમનને લઈ તડામાર તૈયારીઓ, સભા માટે બની રહ્યો છે વિશાળ ડોમ

પીએમ મોદીનાં આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.
bhavnagar   pm modi ના આગમનને લઈ તડામાર તૈયારીઓ  સભા માટે બની રહ્યો છે વિશાળ ડોમ
Advertisement
  1. Bhavnagar માં વડાપ્રધાનના આગમનને લઇ તડામાર તૈયારીઓ
  2. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે
  3. રાજ્યમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે PM મોદી
  4. તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો

Bhavnagar : ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 20 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે (PM Modi in Bhavnagar) આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રોડ-રસ્તાનું સમારકામ, સાફ-સફાઈ, હોડિંગ્સ, જાહેર સભા માટે સ્ટેજ સહિતની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદીનાં આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : ઘોર નિંદ્રામાંથી જાગ્યું મનપા! ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડની કામગીરી પૂરજોશમાં શરૂ

Advertisement

20 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી Bhavnagar ની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી (PM Narendra Modi) આ મુલાકાત દરમિયાન ભાવનગર સહિત રાજ્યમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાથે જ GMB સાથે વિવિધ કાર્યો અંગે MOU પણ કરાશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. બિસ્માર રોડ-રસ્તાનું રિપેરિંગ કામ ઝડપી ગતિ ચાલી રહ્યું છે. સાથે જ પીએમ મોદીનાં ભવ્ય રોડ-શો રૂટ પર સાફ-સફાઈ અભિયાન પણ આરંભી દેવાયું છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : ગુજસીટોકના આરોપી અલ્પુ સિંધીને હરિયાણાથી દબોચથી વડોદરા પોલીસ

શહેરમાં વિવિધ સ્થળે મોટા હોર્ડિંગ્સ, જાહેરસભા માટે મંચની તૈયારીઓ શરૂ

ઉપરાંત, પીએમ મોદીનાં આગમનને લઈ તેમને આવકારતા શહેરભરમાં વિવિધ સ્થળે મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની જાહેરસભા માટે ભવ્ય મંચ પણ બનાવવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર, ભાવનગર એરપોર્ટથી સુભાસનગર જતા માર્ગ પર ડામર પાથરવામાં આવ્યું છે. સાથે જ રોડની બાજુમાં ઊગેલા ઝાડી-ઝાંખરાને પણ જેસીબીની મદદથી હટાવવામાં આવી છે. પીએમ મોદીની મુલાકાતને લઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Threat to Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Tags :
Advertisement

.

×