ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : છત્તીસગઢમાં નક્સલી હુમલામાં દેવગાણા ગામનાં જવાન શહીદ, આવતીકાલે વતનમાં અંતિમવિધિ

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં આવેલા દેવગાણા ગામનાં વતની મેહુલભાઈ સોલંકી કોબ્રા કમાન્ડોમાં (Cobra Commando) ફરજ બજાવતા હતા.
10:10 PM May 22, 2025 IST | Vipul Sen
ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં આવેલા દેવગાણા ગામનાં વતની મેહુલભાઈ સોલંકી કોબ્રા કમાન્ડોમાં (Cobra Commando) ફરજ બજાવતા હતા.
Bhavnagar_Gujarat_first main
  1. Bhavnagar જિલ્લાનાં દેવગાણા ગામનાં જવાન નક્સલી હુમલામાં શાહીદ થયા
  2. છત્તીસગઢમાં નક્સલી હુમલા થયો હતો, જેમાં ભાવનગરનાં જવાન શહીદ થયા
  3. દેવગાણા ગામનાં મેહુલભાઈ સોલંકી જેવો કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા
  4. આવતીકાલે તેમના પાર્થિવ દેહને દેવગણા મુકામે લાવવામાં આવશે

ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) સિહોર તાલુકામાં આવેલા દેવગાણા ગામનાં જવાન નક્સલી હુમલામાં (Naxalite attack) શહીદ થયા છે. છત્તીસગઢમાં (Chhattisgarh) થયેલ નક્સલી હુમલામાં ગુજરાતનાં ભાવનગરનાં જવાન શહીદ થયા છે. આવતીકાલે જવાનના પાર્થિવ દેહને વતન દેવગણા મુકામે લાવવામાં આવશે. જ્યાં અંતિમ દર્શન બાદ આર્મીનાં નીતિ-નિયમ મુજબ તેમની અંતિમવિધિ કરાશે.

આ પણ વાંચો - Banaskantha: ડીસા જીઆઇડીસીમાં વધુ એક ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

દેવગાણા ગામનાં મેહુલભાઈ સોલંકી જેવો કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) સિહોર તાલુકામાં આવેલા દેવગાણા ગામનાં વતની મેહુલભાઈ સોલંકી કોબ્રા કમાન્ડોમાં (Cobra Commando) ફરજ બજાવતા હતા. મેહુલભાઈ સોલંકી છત્તીસગઢમાં પોસ્ટેડ હતા. દરમિયાન, છત્તીસગઢમાં નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મેહુલભાઈ સોલંકી શહીદ થયા છે. માહિતી અનુસાર, આવતીકાલે શહીદ મેહુલભાઈ સોલંકીનાં (Mehulbhai Solanki) પાર્થિવદેહને વતન દેવગણા મુકામે લાવવામાં આવશે. જ્યાં અંતિમ દર્શન બાદ આર્મીનાં નીતિ-નિયમ મુજબ તેમની અંતિમવિધિ કરાશે.

આ પણ વાંચો - Rajkot : શાળા સંચાલકનાં અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનારા 3 બોગસ પત્રકાર ઝડપાયા

છત્તીસગઢમાં આર્મીનું નક્સલ વિરોધી અભિયાન

જણાવી દઈએ કે, છત્તીસગઢમાં આર્મી દ્વારા નક્સલ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુકમા (Sukma) અને બીજાપુર જિલ્લાનાં (Bijapur) સરહદી વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ સીઆરપીએફની ટીમ ત્યાં પહોંચી હતી. દરમિયાન, નક્સલીઓ દ્વારા આર્મી ટીમ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, હુમલાની માહિતી મળતા સુકમાનાં ડીઆરજી, એસટીએફ અને કમાન્ડેની સંયુક્ત ટીમોને સ્થળ પર મોકલાઈ હતી.

આ પણ વાંચો - Rajkot: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો

Tags :
BhavnagarBijapurBSFCobra CommandoCRPFDevganaDRGGUJARAT FIRST NEWSMehulbhai SolankiNaxalite attackNaxalite attack in ChhattisgarhNaxalitessihorSTFSukmaTop Gujarati News
Next Article