Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાઈ; ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 13 ઈજાગ્રસ્ત

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ પાસે વહેલી સવારે રોડપર બંધ પડેલ ડંમ્પર ટ્રક પાછળ ઘૂંસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
bhavnagar  હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાઈ   ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત  13 ઈજાગ્રસ્ત
Advertisement
  1. સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ પાસે અકસ્માત
  2. ઈજાગ્રસ્ત 13 લોકોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયા
  3. તળાજા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી

Bhavnagar:ભાવનગરઃ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ પાસે વહેલી સવારે રોડપર બંધ પડેલ ડંમ્પર ટ્રક પાછળ ઘૂંસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોનો મોત અને 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અત્યારે તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ મામલે તળાજા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોને અકાળે કાળ ભરખી ગયો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને અકાળે કાળ ભરખી ગયો છે. મળતી જાણકારી પ્રમાણે હાઈવે પર બંધ પડેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાઈ હતીં. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ કરતાં વધુ લોકો ગંભીર હાલતમાં છે. જેથી તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

Advertisement

અકસ્માતમાં જીવ ગુમાવેલા મૃતકોના નામ

ગોવિંદ ભરતભાઇ કવાડ (ઉ.વ. 4 રહે. માંડલ)
તમન્ના ભરતભાઈ કવાડ (ઉ.વ. 7 રહે. માંડલ)
ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.વ. 8 રહે. મોરંગી)
જયશ્રી મહેશભાઈ નકુમ (ઉ.વ. 38 રહે. વાઘનગર)
ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉ.વ. 45 રહે. કોટડી-રાજુલા)
છગનભાઇ કળાભાઈ બલદાણીયા (ઉ.વ. 45 રહે. રસુલપરા-ગીરગઢડા)

અકસ્માતે તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, 13 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને તળાજાતો કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસ નો એક બાજુનો અડધો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો. જેમાં 06 લોકોના અકાળે મોત થયાં છે.

આ પણ વાંચો: Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન

આ પણ વાંચો: Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

આ પણ વાંચો: Ahmedabad: જમીનનો કબજો લેવા આવેલા માલિક પર હુમલો, ગાડીઓમાં કરી તોડફોડ

Tags :
Advertisement

.

×