ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, તંત્રએ ટૂંક જ સમયમાં બનાવ્યો નવો માર્ગ

Gujarat First Impact, Bhavnagar: ગુજરાતના ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના બુઢના ગામને જોડતા એક મહત્વના માર્ગને લઈને લોકો માટે મોટી રાહત મળી છે.
08:35 PM Jan 03, 2025 IST | VIMAL PRAJAPATI
Gujarat First Impact, Bhavnagar: ગુજરાતના ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના બુઢના ગામને જોડતા એક મહત્વના માર્ગને લઈને લોકો માટે મોટી રાહત મળી છે.
Gujarat First impact
  1. તંત્રએ 20 ગામોને જોડતા રોડને નવો બનાવી આપ્યો
  2. સિહોર તાલુકાના બુઢના ગામને જોડતો રસ્તો હતો બિસ્માર
  3. હાલ રોડ નવો બનતા લોકોએ ગુજરાત ફર્સ્ટનો માન્યો આભાર
  4. છેલ્લા ચાર વર્ષથી લોકો કરતા હતા રોડને લઈને રજૂઆત

Gujarat First Impact, Bhavnagar: ગુજરાત ફર્સ્ટ દ્વારા લોકોની સમસ્યાઓને ધ્યાને લેવામાં આવતી હોય છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવતા અહેવાલની અસર પણ જોવા મળતી હોય છે. જી હા, ભાવનગરમાં પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના બુઢના ગામને જોડતા એક મહત્વના માર્ગને લઈને લોકો માટે મોટી રાહત મળી છે. આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકો પરેશાન હતા. આ વિસ્તારમાં 20 જેટલા ગામોને જોડતો આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો જે લોકોને વાહન વ્યવહારમાં ભારે તકલીફો પડતી હતી.

આ પણ વાંચો: Deesa: અસામાજિક તત્વોએ બજાર વચ્ચે તલવારથી કેક કાપી વીડિયો વાયરલ કર્યો

આ વિસ્તારના રોડનું નવો ધોરણ પર નિર્માણ કરવામાં આવ્યું

ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કરીને આ મુદ્દાને ઉજાગર કર્યો અને જનતાની સામે મુક્યો. ગુજરાત ફર્સ્ટના પત્રકાર દ્વારા રજૂ કરેલા અહેવાલમાં આ બિસ્માર રોડના વિસુદ્ધિ અને ગ્રામજનોની મુશ્કેલીઓ ચિંતાનો વિષય બન્યા. અહેવાલના પગલે, તંત્ર દોડતું સાથે આ પ્રશ્નનો હલ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતાં. જેથી હવે અહીં 20 ગામોને જાડતો તૈયાર થઈ ગયો છે. તંત્રના કાર્યવાહી બાદ, તે વિસ્તારના રોડનું નવો ધોરણ પર નિર્માણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં સ્થાનિક લોકોના મનોબળમાં વધારો થયો છે અને નવેસરથી બનાવાયેલી માર્ગરીતિને જોઈને તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gondal તાલુકા પોલીસે 90 લાખથી વધુ કિંમતની 18,675 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો

નવા રોડ માટે લોકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો

છેલ્લા ચાર વર્ષથી સતત આ માર્ગની સ્થિતિ અંગે લોકો સત્તાધીશો સાથે રજૂઆત કરતા હતા, પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલ પછી તંત્રની આંખો ખુલી, ઊંઘ ઉડી અને રોડનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. હવે આ નવા અને સક્રિય માર્ગ પર યાતાયાત વધુ સાનુકૂળ બની છે. નોંધનીય છે કે, હવે અહી નવો માર્ગ બનતા ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Surat: 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, સામે આવી હકીકત

Tags :
BhavnagarBhavnagar NewsBhavnagar systemBudhna villageGujarat FirstGujarat First impactGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsimpact of Gujarat FirstLatest Gujarati NewsSihore talukaTop Gujarati News
Next Article