PM મોદી Bhavnagar ની મુલાકાતે! જાણો તેમનો આજનો વિગતવાર કાર્યક્રમ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Bhavnagar ની મુલાકાતે
- મહિલા કોલેજ સર્કલ થી સભા સ્થળ સુધી રોડશો યોજાશે
- PM મોદી ભાવનગરને આપશે વિકાસની ભેટ
- CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર
- 200 કરોડથી વધુના કામોના PM કરશે MOU
- સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ
Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમની આ મુલાકાત માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર ભાવનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વડાપ્રધાનનો કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમનથી શરૂ થઈ લોથલ જવા સુધીનો રહેશે.
વડાપ્રધાન સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે
વડાપ્રધાનના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, તેઓ સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પરથી તેઓ સીધા જ મહિલા કોલેજ સર્કલ તરફ પ્રયાણ કરશે. અહીંથી તેમના રોડ શોનો પ્રારંભ થશે.
રોડ શોમાં PM Bhavnagar ના લોકોનું અભિવાદન ઝીલશે
વડાપ્રધાન મોદીનો રોડ શો સવારે 10:15 થી 10:45 વાગ્યા સુધી ચાલશે. આ રોડ શો મહિલા કોલેજ સર્કલથી શરૂ થઈને રૂપાણી સર્કલ સુધી યોજાશે. આ સમગ્ર માર્ગ પર હજારોની સંખ્યામાં ભાવનગરવાસીઓ ઉમટી પડશે અને વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં રહીને લોકોનું અભિવાદન ઝીલશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે
મહિલા કોલેજ સર્કલ થી સભા સ્થળ સુધી રોડશો યોજાશે
પ્રધાનમંત્રી મોદી ભાવનગરને આપશે વિકાસની ભેટ
CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર
200 કરોડથી વધુના કામોના PM કરશે MOU
સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ… pic.twitter.com/qel4wVguco— Gujarat First (@GujaratFirst) September 20, 2025
જાહેર સભા અને વિકાસ કાર્યોનું લોકાર્પણ
રોડ શો બાદ વડાપ્રધાન મોદી જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. આ સભામાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની શરૂઆત સવારે 10:45 વાગ્યે એક્ઝિબિશન નિહાળવાથી થશે. ત્યારબાદ, 11:00 વાગ્યે સ્વાગત સમારંભ, અને 11:10 વાગ્યે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલનું સંબોધન થશે. આ પછી 11:10 થી 11:15 વાગ્યા સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે.
સૌથી મહત્વનો ભાગ 11:15 થી 11:25 વાગ્યા સુધીનો રહેશે, જેમાં વિવિધ વિકાસ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જે ભાવનગરના આર્થિક વિકાસને વેગ આપશે. આ વિકાસ કાર્યોને દિવાળીની ભેટ સમાન ગણવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનનું સંબોધન
આ તમામ કાર્યક્રમો પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11:25 થી 12:00 વાગ્યા સુધી જાહેર સભાને સંબોધન કરશે. તેઓ આ સંબોધનમાં ભાવનગર અને ગુજરાતના વિકાસની વાત કરશે, સાથે જ દેશના વિકાસ માટે સરકારની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જાણકારી આપશે. આ સંબોધન સમગ્ર દેશ માટે મહત્વનું બની રહેશે.
લોથલની મુલાકાત
જાહેર સભા બાદ, વડાપ્રધાન મોદી બપોરે 12:10 વાગ્યે લોથલ જવા રવાના થશે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર હતું, જ્યાં સરકારે હાલમાં રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. વડાપ્રધાન આ સ્થળની મુલાકાત લઈને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
આ પણ વાંચો : PM Modi Bhavnagar Visit: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોના કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત
આ પણ વાંચો : Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!


