ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!

ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. અવિરત કમોસમી વરસાદ થતાં મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘર, ખેતરો, રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ, ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. જ્યારે, જેસર પંથકમાં ભારે વરસાદ થતા માલણ ડેમનાં એક સાથે 30 દરવાજા ખોલવામાં આવ્યા છે.
05:24 PM Oct 27, 2025 IST | Vipul Sen
ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. અવિરત કમોસમી વરસાદ થતાં મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘર, ખેતરો, રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ, ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. જ્યારે, જેસર પંથકમાં ભારે વરસાદ થતા માલણ ડેમનાં એક સાથે 30 દરવાજા ખોલવામાં આવ્યા છે.
Bhavnagar_Gujarrat_first
  1. ભાવનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા (Rain in Bhavnagar)
  2. મહુવા, કુંભારવાડા, સિહોર સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર!
  3. ઘર, ખેતરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી,
  4. શેત્રુંજી અને માલણમાં નવા નીરની આવક થતાં દરવાજા ખોલાયા

Rain in Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. અવિરત કમોસમી વરસાદ થતાં મહુવા (Mahuva), કુંભારવાડા, સિહોર (Sihor) સહિતનાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘર, ખેતરો, રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. શેત્રુંજી ડેમના (Shetrunji Dam) 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ, ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. જ્યારે, જેસર પંથકમાં ભારે વરસાદ થતા માલણ ડેમનાં (Malan Dam) એક સાથે 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Rain in Bhavnagar, મહુવા, કુંભારવાડા, સિહોર વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર!

ભાવનગરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હોય (Rain in Bhavnagar) તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહુવા, કુંભારવાડા (Kumbharwada, સિહોર સહિતનાં વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. મહુવામાં ભારે કમોસમી વરસાદ થતા તાલુકો પાણી-પાણી થયો છે. વડલી ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતાં મેડિકલ સુવિધાઓ ખોરવાઈ ગઈ છે, જેનાથી સ્થાનિકોને જરૂરી સારવાર મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત થયું છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપી છે.

આ પણ વાંચો - Chhath Puja 2025 : કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી ખોરવાઈ, ભક્તોને ખાસ અપીલ

લોકોનાં ઘર, ખેતરમાં પાણી ઘૂસ્યા, પાકને નુકસાનની ભીતિ

માહિતી અનુસાર, મહુવામાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. નવા કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનાજ, ઘરવખરી પલળી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નાના છોકરાઓને બોટમાં બેસાડીને લઈ જવા માટેની ફરજ પડી છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી થઈ છે. જયારે ગાંધીબાગ, વાસી તળાવ, પર્સીવલ પરા, જનતા પ્લોટ તેમ જ અન્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ખુટવડાથી બોરડી ગામને જોડતો પુલ તૂટ્યો, વાહનવ્યવહાર બંધ!

ઉપરાંત, મોટા ખુટવડાથી બોરડી ગામને જોડતો પુલ પણ તૂટી પડ્યો છે, જેનાં કારણે મુખ્ય માર્ગ બંધ થયો છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે. શેત્રુંજી ડેમની (Shetrunji Dam) વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા વરસાદનાં કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે. નવા નીરની આવક થતા શેત્રુંજી ડેમનાં 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બીજી તરફ જેસર પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. શાંતિનગર, કોટામુઈ, બિલા અને ઉગલવણમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે માલણ ડેમનાં (Malan Dam) 30 દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Unseasonal rain in Gujarat : રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

Tags :
Ayushman Health CenterBhavnagarGujarat Firstheavy rainJessar PanthakkumbharwadaMahuvaMalan DamMeteorological DepartmentShetrunji damsihorTop Gujarati News
Next Article