ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : વિચિત્ર ઘટના! ભાવનગરમાં 5 વર્ષીય બાળકનાં કાનમાંથી 15 વંદા નીકળ્યા!

અન્ય ઘટનામાં સાવરકુંડલામાં 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.
05:41 PM Jun 10, 2025 IST | Vipul Sen
અન્ય ઘટનામાં સાવરકુંડલામાં 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.
Bhavnagar_Gujarat_first
  1. Bhavnagar માં 5 વર્ષનાં બાળક સાથે બની વિચિત્ર ઘટના
  2. બાળકનાં કાનમાંથી નીકળ્યો વંદો અને વંદાનાં બચ્ચા!
  3. ડોક્ટરે 15 જેટલા વંદા બાળકનાં કાનમાંથી બહાર કાઢ્યા
  4. સાવરકુંડલામાંથી પણ એક વિચિત્ર ઘટના સામે આવી
  5. 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જૂ દેખાતા ડોક્ટર આશ્ચર્યમાં મુકાયા

ભાવનગર (Bhavnagar) અને સાવરકુંડલામાંથી (Savarkundla) વાલીઓને ચિંતામાં મૂકે એવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં માત્ર 5 વર્ષનાં બાળકની સાથે વિચિત્ર ઘટના ઘટી છે. બાળકનાં કાનમાંથી વંદો અને તેનાં બચ્ચા નીકળ્યા હોવાનો બનાવ બન્યો છે. સણોસરા ગામની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકનાં કાનમાંથી 15 જેટલા વંદા (Cockroach) બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ સાવરકુંડલામાં 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. 35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જોવા મળ્યા હતા. બાળકને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો - LRD Exam : ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો મૂકાશે, એડવાન્સમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થશે

ડોક્ટરે 15 જેટલા વંદા બાળકનાં કાનમાંથી બહાર કાઢ્યા

ભાવનગર જિલ્લાના (Bhavnagar) સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતા પરિવારમાં 5 વર્ષનાં બાળકને છેલ્લા અમુક દિવસથી કાનમાં અસહ્ય પીડાની ફરિયાદ ઊઠી હતી. આથી, પરિવાર બાળકને સણોસરા ગામની (Sanosara Village) ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબે તપાસ કરતા બાળકનાં કાનમાં વંદો અને વંદાનાં બચ્ચા હોવાની જાણ થઈ હતી. માહિતી અનુસાર, બાળકની સારવાર દરમિયાન તબીબ રાહુલભાઈ પરમારે બાળકનાં કાનમાંથી 15 જેટલા વંદા બહાર કાઢ્યા છે. હાલ બાળક, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - Bharuch : કાયદાના રક્ષક જ બન્યા બેફામ! દારૂબંધીના લીરેલીરા ઉડાવતા પોલીસકર્મીઓનો Video વાઇરલ

8 વર્ષનાં બાળકની પાંપણમાંથી જૂ અને ઇંડા જોવા મળી

સાવરકુંડલામાંથી (Savarkundla) પણ એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં, 8 વર્ષનાં બાળકની પાંપણમાંથી જૂ જોવા મળી હતી. બાળકને પાંપણમાં દુખાવો થતા પરિવાર શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ (Shri Lallubhai Seth Hospital) ખાતે બતાવવા આવ્યા હતા. દરમિયાન, બાળકને પાંપણમાં 28 જેટલી જૂ દેખાતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ સાથે 35 જેટલા ઈંડા પણ આંખની પાપણમાં જોવા મળ્યા હતા. દોઢ કલાકની સર્જરીમાં 28 જૂ (lice in eyelid) કાઢવામાં આવી છે. જો કે, હોસ્પિટલ દ્વારા બાળકને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો - 11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil

Tags :
AmreliBhavnagarCockroach in Child's EarGUJARAT FIRST NEWSlice in eyelidSanosara VillageSavarkundlaShri Lallubhai Seth HospitalTop Gujarati News
Next Article