Aether Energy નો IPO લિસ્ટેડ થતાં જ ફિયાસ્કો થયો, કંપનીનું બજાર મૂડીરોકાણ ઘટ્યું
- એથર એનર્જીનો IPO 28 એપ્રિલે ખુલ્યો અને 30 એપ્રિલે બંધ થયો હતો
- નાણાકીય વર્ષ 2025-26નો પહેલો મેઈનબોર્ડ IPO એથર એનર્જીનો છે
- કંપનીનું બજાર મૂડીકરણ ઘટીને રૂ. 11,602.12 કરોડ થઈ ગયું છે
Aether Energy : નાણાકીય વર્ષ 2025-26નો પહેલો IPO આજે શેરબજારમાં લિસ્ટેડ થયો. આ IPO ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની એથર એનર્જીનો હતો. શેર BSE પર 326.05 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા, જે 1.57 % પ્રીમિયમ હતું પરંતુ લિસ્ટિંગ પછી તરત જ, તેની કિંમત ઈશ્યૂ કિંમતથી નીચે આવી ગઈ. જ્યારે NSE પર એથર એનર્જીના શેર રૂ. 328 પર લિસ્ટેડ થયા હતા. આ શેર 321 રૂપિયાના ઈશ્યૂ ભાવ કરતા 2.18 % વધુ હતો. BSE ના ડેટા અનુસાર, કંપનીનું બજાર મૂડીકરણ શરૂઆતમાં રૂ. 12,144.05 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 11,602.12 કરોડ થઈ ગયું છે.
28-30 એપ્રિલ દરમિયાન IPO
એથર એનર્જીનો IPO 28 એપ્રિલે ખુલ્યો અને 30 એપ્રિલે બંધ થયો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 2,981 કરોડ એકત્ર કર્યા છે. ટાઈગર ગ્લોબલ ગ્રૂપની Electric two-wheeler ઉત્પાદક કંપનીએ IPO ખુલતા પહેલા 26 એપ્રિલે રોકાણકારો પાસેથી રૂ. 1,340 કરોડ એકત્ર કર્યા હતા. આ એન્કર રાઉન્ડમાં SBI મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટા રોકાણકાર તરીકે સામે આવ્યું હતું. તેમણે 310 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ, જે કુલ એન્કર બુકના લગભગ 23.1 % હતું.
આ વર્ષનો પહેલો મેઈનબોર્ડ IPO
નાણાકીય વર્ષ 2025-26નો પહેલો મેઈનબોર્ડ IPO એથર એનર્જીનો છે. છેલ્લા દિવસે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) એ તેમાં રસ દાખવ્યો. આ IPO માં QIBs નો હિસ્સો 1.7 ગણો સબસ્ક્રાઈબ થયો હતો, જ્યારે રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.78 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (NIIs) એ તેમના માટે અનામત રાખેલા શેરમાંથી માત્ર 66% શેર જ ખરીદ્યા. કર્મચારીઓ માટે અનામત રાખેલ ભાગ 5.43 ગણો ભરાયો હતો.
આ પણ વાંચોઃ Pahalgam Attack: મોદી સરકારની આ રણનીતિ નાપાક 'PAK'ની કમર તોડશે
IPO માંથી એકત્ર થયેલા નાણાંનું શું ?
એથર એનર્જી IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરાશે. કંપનીએ IPOમાં નવા શેર બહાર પાડીને 2,626 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આમાંથી IPO ખર્ચ બાદ કર્યા પછી 927.2 કરોડ રૂપિયાનો ઉપયોગ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એથરના નવા ઉત્પાદન પ્લાન્ટના નિર્માણ માટે કરવામાં આવશે. EV (ઇલેક્ટ્રિક વાહન) ઉત્પાદન કંપનીએ સંશોધન અને વિકાસ (R&D) માટે રૂ. 750 કરોડ, માર્કેટિંગ માટે રૂ. 300 કરોડ અને લોન ચૂકવવા માટે રૂ. 40 કરોડ રાખ્યા છે. આ નાણાં વર્ષ 2028 સુધી ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!


