Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Business:માર્કેટમાં આવી રહ્યો છે રૂ.80,000 કરોડનો IPO

32 નવી લિસ્ટેડ કંપનીઓ IPO કરશે લોન્ચ લોક-ઈન સમયગાળો ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે રૂ.80,000 કરોડના શેરના IPO આવશે   Business:નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ અનુસાર, 32 નવી લિસ્ટેડ કંપનીઓના રૂ.80,000 કરોડના શેર માટેનો લોક-ઈન સમયગાળો ફેબ્રુઆરીમાં સમાપ્ત થવાનો છે. આ...
business માર્કેટમાં આવી રહ્યો છે રૂ 80 000 કરોડનો ipo
Advertisement
  • 32 નવી લિસ્ટેડ કંપનીઓ IPO કરશે લોન્ચ
  • લોક-ઈન સમયગાળો ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે
  • રૂ.80,000 કરોડના શેરના IPO આવશે

Business:નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ અનુસાર, 32 નવી લિસ્ટેડ કંપનીઓના રૂ.80,000 કરોડના શેર માટેનો લોક-ઈન સમયગાળો ફેબ્રુઆરીમાં સમાપ્ત થવાનો છે. આ સ્ટોક્સ આઈપીઓ પહેલાં રોકાણકારો અને પ્રમોટર્સને આપવામાં આવેલા પ્લેસમેન્ટનો ભાગ છે.

Advertisement

Advertisement

રોકાણકારો માટેનવું પ્લેસમેન્ટ

બેન્કર્સ અને બ્રોકર્સે જણાવ્યું હતું કે, આ શેરોનો એક હિસ્સો બજારમાં આવી શકે છે. કેમ કે, વિવિધ રોકાણકારો શેરબજારની અનિશ્ચિતતા વચ્ચે નફો કમાવવાનો પ્રયાસ કરશે.મળતી માહિતી અનુસાર લોક-ઈનમાંથી એક્ઝિટનો અર્થ આવશ્યકપણે બજારમાં વધુ પડતાં પુરવઠાની અપેક્ષા હશે. જે બદલામાં શેરના ભાવ પર અસર કરે છે. સમજદાર રોકાણકારો માટે અમે અપેક્ષા કરીએ છીએ કે, તેમના રોકાણ માટે શિસ્ત અને રણનીતિ હશે. જે માંગ આપૂર્તિના વિચારોથી પ્રેરિત હશે.

આ પણ  વાંચો-લગ્નની સીઝન વચ્ચે Gold એ રચ્યો ઇતિહાસ, ખરીદવાનું વિચારો છો તો જાણી લો ભાવ

પોર્ટફોલિયોના પુનઃસંતુલનને કારણે હોઈ શકે છે

જ્યારે કેટલીક વેચણી પોર્ટફોલિયોના પુનઃસંતુલનને કારણે હોઈ શકે છે. માર્કેટ નિરિક્ષકો બ્રેઈનબીઝ, ઓલા ઈલેક્ટ્રિક મોબિલીટી, પ્રીમિયર એનર્જી, અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા, કોનકાર્ડ બાયોટેક, જ્યુનિપર હોટેલ્સ, સીગલ ઈન્ડિયા અને સ્વિગી જેવી કંપનીઓમાં પ્રી-આઈપીઓ રોકાણકારો તથા પ્રમોટર્સની ક્રિયાઓ પર ચુસ્તપણે નજર રાખશે.

આ પણ  વાંચો-Gold Price All time High : સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, ભાવ જાણીને ચોંકી ઉઠશો

તાત્કાલિક વેચવાલી ન હોઈ શકે.

લોક-ઈનના અંતનો અર્થ તાત્કાલિક વેચવાલી ન હોઈ શકે. જો કે નબળી સંભાવના ધરાવતી કંપનીઓના શેર વધુ સંવેદનશીલ છે. નબળું અથવા નેગેટિવ પર્ફોર્મન્સ ધરાવતાં શેરોમાં એન્કર રોકાણકારો તેમના હોલ્ડિંગમાં ઘટાડો કરી શકે છે. છ મહિનાથી વધુ લોક-ઈન સામાન્ય રીતે વ્યૂહાત્મક રોકાણકારો અને પ્રમોટરો દ્વારા રાખવામાં આવે છે. જે ઓપન માર્કેટ વેચાણમાં પરિણમી શકે તેવી શકયતા ઓછી છે. આવા કિસ્સામાં કોઈપણ એક્ઝિટ બ્લોક ડીલ દ્વારા થવાની શકયતા છે.

Tags :
Advertisement

.

×