Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold price : એક લાખ છોડો! 55000 પર આવશે સોનું, ભાવમાં થશે 40 ટકા સુધીનો ધરખમ ઘટાડો!

સોનાના ભાવમાં સતત વધારો સોનાના ભાવ 1 લાખ બાદ થયો ઘટાડો સોનાના ભાવ 55,000 રૂપિયા થશે   Gold price: છેલ્લા થોડા દિવસોમાં સોનાના ભાવમાં (Gold price)સતત વધારો થઈ રહ્યો છે, જેને લીધે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે...
gold price   એક લાખ છોડો  55000 પર આવશે સોનું  ભાવમાં થશે 40 ટકા સુધીનો ધરખમ ઘટાડો
Advertisement
  • સોનાના ભાવમાં સતત વધારો
  • સોનાના ભાવ 1 લાખ બાદ થયો ઘટાડો
  • સોનાના ભાવ 55,000 રૂપિયા થશે

Gold price: છેલ્લા થોડા દિવસોમાં સોનાના ભાવમાં (Gold price)સતત વધારો થઈ રહ્યો છે, જેને લીધે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં 1 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. દેશના વાયદા બજાર અને સોનાના બજારમાં પણ તેની અસર જોવા મળી છે. દેશમાં વાયદા બજારમાં સોનાની કિંમત 91,400 રૂપિયા પાર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.

Advertisement

Advertisement

શું સોનું ખરેખર 55,000 સુધી ઘટી શકે?

બીજી તરફ એક એવો અંદાજ પણ સામે આવ્યો છે, જેને કારણે સોનાના બજારમાં ખળભળાટ મચી ગયો છે. એક અનુમાન પ્રમાણે, સોનાના ભાવ 1 લાખ સુધી પહોંચવાને બદલે ગગડીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે સોનાના ભાવ પોતાના પીકથી લગભગ 40% નીચે આવી શકે.

Gold Rate Today: Yellow metal falls below ₹72,000 per 10 grams; Analysts suggest 'buy on dips' | Stock Market News
આ અંદાજ કોણે લગાવ્યો છે?

આ આગાહી અમેરિકાની જાણીતી સંસ્થા મોર્નિંગસ્ટારના વિશ્લેષક જૉન મિલ્સે કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે, આગામી વર્ષોમાં સોનાના ભાવમાં આશરે 38% સુધી ધટાવાની સંભાવના છે.હાલમાં 24 કેરેટ સોનું ભારતીય બજારમાં 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને વૈશ્વિક બજારમાં 3,100 ડોલર પ્રતિ ઔંસ ઉપર વેચાઈ રહ્યું છે. જો 40% ઘટાડો થાય તો ભારતમાં (gold price india)તેનો ભાવ 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે.

આ પણ  વાંચો -Share market : ટ્રમ્પના ટેરિફનો માર માર્કેટ થયું લાલ,IT શેરમાં મોટું નુકસાન

સોનાના ભાવમાં ઘટાડા પાછળના કારણો

ઉત્પાદનમાં વધારો

2024ની બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની ખાણોનો પ્રોફિટ 950 ડોલર પ્રતિ ઔંસ થયો છે. વૈશ્વિક સોનું રિઝર્વ 9% વધીને 2,16,265 ટન થયું છે. ઑસ્ટ્રેલિયાએ સોનાના ઉત્પાદનમાં વધારો કર્યો છે અને રીસાયકલ્ડ સોનાની સપ્લાય પણ વધી રહી છે.

Gold Rate Today For 22 & 24 Carat (29-11-2024): Check Latest Prices In Delhi, Noida, Hyderabad, and More | HerZindagi
માગમાં ઘટાડો

2023માં કેન્દ્રીય બેંકોએ 1,045 ટન સોનું ખરીદ્યું હતું, પરંતુ 71% કેન્દ્રીય બેંકો એ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં સોનાના સંગ્રહમાં ઘટાડો કરશે અથવા હાલની સ્થિતિ જાળવી રાખશે.

બજારમાં સંતૃપ્તિ 

2024માં સોનાના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝિશન 32% વધ્યું છે, જે બજારનાં ટોચના સ્તરે હોવાની સંભાવના દર્શાવે છે.

Gold and silver prices today: Yellow metal set for fourth successive weekly loss - Gold and silver prices today: Yellow metal set for fourth successive weekly loss BusinessToday

સોનાના ETFમાં જે વધારો થયો છે તે અગાઉના ભાવ ઘટાડાના પેટર્ન સાથે મળે છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ કેટલીક મોટી ફાઈનાન્સિયલ સંસ્થાઓ હજુ પણ સોનાના ભાવ વધશે એવી ધારણા રાખે છે. બેંક ઑફ અમેરિકાનું અનુમાન છે કે સોનું આગામી બે વર્ષમાં 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે. ગોલ્ડમેન સૅક્સ મુજબ, સોનાની કિંમત વર્ષના અંત સુધીમાં 3,300 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.

આ પણ  વાંચો -Share Market : ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,આ શેરોમાં જોરદાર ઉછાળો

હાલની સોનાની કિંમતો અને તાજેતરનો ઘટાડો

ગુરુવારે, ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ 90,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. જો કે, સત્ર દરમિયાન તે 91,423 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. એટલે કે, ભાવ તેમના પીક પોઈન્ટથી લગભગ 1,000 રૂપિયા નીચા આવી ગયા છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે

Tags :
Advertisement

.

×