Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Price All Time High : સોનામાં ફરી આગ ઝરતી તેજી, ભાવ રૂ.1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે!

સોના-ચાંદીના ભાવ ફરી તેજી  જોવા મળી  સોનાના ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા સોનાનો ભાવ રૂ. 1000 નો ઉછાળો  Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાના વાદળો વચ્ચે સોના-ચાંદીના ભાવ ફરી એકવાર ઊંચકાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રેકોર્ડ સ્તરે...
gold price all time high   સોનામાં ફરી આગ ઝરતી તેજી  ભાવ રૂ 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે
Advertisement
  • સોના-ચાંદીના ભાવ ફરી તેજી  જોવા મળી 
  • સોનાના ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા
  • સોનાનો ભાવ રૂ. 1000 નો ઉછાળો 

Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાના વાદળો વચ્ચે સોના-ચાંદીના ભાવ ફરી એકવાર ઊંચકાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રેકોર્ડ સ્તરે ક્વોટ થઈ રહેલા સોનાના ભાવ આજે ઉછળી ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ટેરિફની ચીમકીથી કિંમતી ધાતુમાં તેજી આવી છે. ઈક્વિટી, ફોરેક્સ માર્કેટમાં વોલ્યૂમ ઘટતાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.

અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ

અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 1000 ઉછળી રૂ. 103500 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. 995 સોનાની કિંમત પણ રૂ. 1000 વધી રૂ. 103200 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. 2500 ઉછળી રૂ. 117500 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી છે. અમેરિકા-ઈયુ વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતાઓ ઘટતાં વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવા છતાં હજી કોઈ પરિણામ આવ્યું નથી.

Advertisement

આ પણ  વાંચો -ED એ Myntra સામે કરી મોટી કાર્યવાહી , FEMA હેઠળ કેસ નોંધ્યો

Advertisement

વૈશ્વિક સ્તરે સોનામાં કરેક્શન

યુએસ-જાપાનની ડીલની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નજીવુ કરેક્શન જોવા મળ્યું હતું. આજે ઈન્ટ્રા ડે 3451.70 ડોલર પ્રતિ ઔંસની સપાટીએથી સોનું 6.80 ડોલર તૂટી 3436.60 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.

આ પણ  વાંચો -Share Market : સતત ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેકસ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

સોના-ચાંદીના ભાવ ઘટવાની વકી

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે વિવિધ દેશો સાથે સમાધાન થવાની જાહેરાતો આર્થિક સ્થિરતાના સંકેત આપે છે. આજે અમેરિકા અને જાપાને 15 ટકા ટેરિફ સાથે ટ્રેડ ડીલ પર સહમતિ અન્ય દેશો માટે આશાનું કિરણ બન્યું છે. વધુમાં સોના-ચાંદીના રેકોર્ડ ભાવોના કારણે પ્રોફિટ બુકિંગ વધવાની શક્યતા છે. પરિણામે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં નજીવુ કરેક્શન નોંધાવાની સંભાવના કોમોડિટી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

Tags :
Advertisement

.

×