Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Rate Today : એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો સોનું ₹1,400 રૂપિયાનો ઘટાડો ચાંદીનો ભાવ 3000નો ઘટાડો Gold Rate Today : ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીની (Gold Silver Price)કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 જુલાઇએ...
gold rate today   એક ઝટકે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો  જાણો લેટેસ્ટ રેટ
Advertisement
  • સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો
  • સોનું ₹1,400 રૂપિયાનો ઘટાડો
  • ચાંદીનો ભાવ 3000નો ઘટાડો

Gold Rate Today : ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીની (Gold Silver Price)કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 જુલાઇએ 999 શુદ્ધતા ધરાવતું 24 કેરેટનું સોનું 99 હજારને પાર પહોંચ્યુ છે. ત્યારે આવો જાણીએ શુદ્ધતાને લઇને સોનાની કિંમત કેટલે પહોંચી છે.જેમાં સોનું ₹1,400 ઘટીને ₹99,620 પ્રતિ 10 ગ્રામ થયું

સોનાના ભાવમાં ઘટાડો

બુધવારે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,02,330 રૂપિયાના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ગુરુવાર, 24 જુલાઈના રોજ, તેનો ભાવ 1,360 રૂપિયા ઘટીને 1,00,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. દરમિયાન, ભારતમાં સોનાના ભાવ પણ ઘટ્યા છે કારણ કે લગભગ એક અઠવાડિયાથી ભાવમાં વધારાને કારણે વેપારીઓએ પણ નફો બુક કર્યો છે.999 શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું આજે 99107 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. ૯૯૫ શુદ્ધતા ધરાવતું સોનું 98710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જો આપણે 916 શુદ્ધતા ધરાવતા ૨૨ કેરેટ સોનાની વાત કરીએ, તો તે આજે 90782 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. 750 શુદ્ધતા ધરાવતા 18 કેરેટ સોનાનો ભાવ આજે 74330 રૂપિયા અને 585 શુદ્ધતા ધરાવતા 14 કેરેટ સોનાનો ભાવ આજે 57978 રૂપિયા છે.

Advertisement

આજનો ચાંદીનો ભાવ

આજે ચાંદીનો ભાવ 1,14,550 રૂપિયા પ્રતિ કિલો છે, જે બુધવારે 115850 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ કિંમતોમાં GST ઉમેરવામાં આવતો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.

Advertisement

ચાંદી ₹3,000 સસ્તી થઈ

ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદી ₹3,000 ઘટીને ₹1,15,000 પ્રતિ કિલો થઈ.તમને જણાવી દઈએ કે બુધવારે ચાંદી ₹4,000 વધીને ₹1,18,000 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે

સોનું આટલું બધું કેમ ઘટ્યું?

નિષ્ણાતો માને છે કે આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે - સ્ટોકિસ્ટો દ્વારા નફાની બુકિંગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળો વલણ. JM ફાઇનાન્શિયલ સર્વિસીસના કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેરે જણાવ્યું હતું કે યુએસ, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના નવા વેપાર કરારોએ વૈશ્વિક જોખમ પ્રીમિયમ ઘટાડ્યું છે, જેના કારણે સોનામાં નફાની બુકિંગમાં વધારો થયો છે. જોકે, ડોલરની નબળાઈ કિંમતોને થોડો ટેકો આપી શકે છે.

વૈશ્વિક બજારમાં શું ચાલી રહ્યું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ $24.35 અથવા 0.72% ઘટીને $3,362.88 પ્રતિ ઔંસ થયું. HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને તેના ટ્રેડિંગ પાર્ટનર્સ વચ્ચે સંભવિત કરારોને કારણે, સલામત સ્થળોની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનાનો ભાવ ઘટ્યો છે.

Tags :
Advertisement

.

×