સોનાના ભાવમાં તેજીનો માહોલ, જાણો તમારા શહેરમાં શું છે 24 કેરેટ ગોલ્ડનો રેટ?
તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો: 24K ગોલ્ડ ₹1,19,550 અને ચાંદી ₹1,55,000 પ્રતિ કિલો. જાણો અમદાવાદ, મુંબઈ, દિલ્હીમાં આજનો ભાવ અને તેજીના કારણો.
Advertisement
- સોના અને ચાંદીના ભાવમાં ધમધોકાર ઉછાળો (Gold Price Today Gujarat)
- એક જ અઠવાડિયામાં સોનાના ભાવમાં 4 હજાર વધ્યા
- આજે 5 ઓક્ટોબરના રોજ સોનાનો ભાવ 1,19,550 પહોંચ્યો
- ચાંદીના ભાવમાં એક જ અઠવાડિયામાં રૂ.6,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો
Gold Price Today Gujarat : ભારતમાં તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ધમધોકાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે ગોલ્ડ માર્કેટે જબરદસ્ત તેજી પકડી છે, જે રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
છેલ્લા સાત દિવસમાં 24 કેરેટ સોનું લગભગ રૂ.4,000 (ચોક્કસપણે રૂ.3,920) જેટલું વધ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ.3,600 જેટલું મોંઘું થયું છે.
TODAY GOLD PRICE
વિવિધ શહેરોમાં સોના ભાવ (Gold Price Today Gujarat)
- દિલ્હીમાં 5 ઓક્ટોબર 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,09,600 છે.
- નોઈડામાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,09,600 છે.
- ગુરુગ્રામમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,09,600 છે.
- મુંબઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.1,19,400 ના ભાવે અને 22 કેરેટ સોનું રૂ.1,08,640 ના ભાવે ઉપલબ્ધ છે.
- કોલકાતામાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,400 છે અને 22 કેરેટ સોનું રૂ.1,08,640 પ્રતિ 10 ગ્રામ છે.
- ચેન્નઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,400 છે અને 22 કેરેટ સોનું રૂ.1,08,640 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
- હૈદરાબાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,400 નોંધાયો છે અને 22 કેરેટ સોનું રૂ.1,08,640 પ્રતિ 10 ગ્રામ પર ઉપલબ્ધ છે.
- અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,450 છે અને 22 કેરેટ સોનું રૂ.1,09,500 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
- ભોપાલમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,450 છે અને 22 કેરેટ સોનું રૂ.1,09,500 પ્રતિ 10 ગ્રામ છે.
- જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,09,600 પ્રતિ 10 ગ્રામ છે.
- લખનૌમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનું રૂ.1,09,600 પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે.
- ચંદીગઢમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,19,550 છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,09,600 પ્રતિ 10 ગ્રામ છે.
gold rate today
Advertisement
સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ (Gold Price Today Gujarat)
નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર છે:
- તહેવારોની માગ (Festive Demand): ધનતેરસ અને દિવાળી નજીક આવતા ઘરેલું માગ વધી છે.
- ડૉલરનું નબળું પડવું: આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની કિંમત ઘટવાથી સોનામાં રોકાણ વધ્યું.
- શેરબજારમાં નરમાઈ: સ્થાનિક શેરબજારોની નબળાઈને કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના તરફ વળ્યા.
આ ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાની અપેક્ષાએ પણ વૈશ્વિક સ્તરે સોનાને ટેકો આપ્યો છે.
આજે ચાંદીની ચમક (5 ઓક્ટોબર 2025)
ચાંદીએ તો આ સપ્તાહે સોના કરતાં પણ વધુ ઝડપ પકડી છે. ચાંદીના ભાવમાં એક જ અઠવાડિયામાં રૂ.6,000 પ્રતિ કિલોગ્રામનો મોટો ઉછાળો આવ્યો છે. 5 ઓક્ટોબરના રોજ ચાંદીનો ભાવ રૂ.1,55,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગયા મહિને (સપ્ટેમ્બરમાં) ચાંદીના ભાવમાં 19.4%નો વધારો થયો હતો, જ્યારે સોનું માત્ર 13% જ વધ્યું હતું. ચાંદીની આ તેજી પાછળ તેની ઔદ્યોગિક માગ (Industrial Demand) મુખ્ય કારણ છે, કારણ કે કુલ માગનો 60-70% હિસ્સો ઇલેક્ટ્રોનિક્સ અને સોલર પેનલ જેવા ક્ષેત્રોમાંથી આવે છે.
Advertisement


