Gold Price Today : આજે સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે: 24 કેરેટ સોનું ₹1,06,200ને પાર
- સોના અને ચાંદીના ભાવમાં આજે પણ વધારો (Gold Price Today)
- 24 કેરેટનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો
- આજે 24 કેરેટનો સોનાનો ભાવ 1,06,200 પહોંચ્યો
- 22 કેરેટ સોનાનો ભાવ 94,400 પહોંચ્યો
- આજનો ચાંદીનો ભાવ પ્રતિકિલો 1,20,000 પહોંચ્યો
Gold Price Today : બુધવાર, 3 સપ્ટેમ્બર 2025ના રોજ સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાનો ભાવ તેના સર્વોચ્ચ શિખર પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પણ મોંઘી થઈ છે. હાલમાં, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,200 કરતાં વધુ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,400 ને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સોનાની કિંમતમાં લગભગ રુ.100નો વધારો થયો છે.ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો
આજે ચાંદીનો ભાવ પણ વધીને રુ.1,27,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ગઈકાલની સરખામણીમાં ચાંદી લગભગ રુ.900 મોંઘી થઈ છે.
Gold-Silver Rate
જાણો વિવિધ શહેરોમાં શું છે ભાવ?(Gold Price Today)
- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,410 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,250 છે.
- ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,260 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,100 છે.
- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,260 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,100 છે.
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,260 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,100 છે.
- જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,410 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,250 છે.
- નોઈડામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,410 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,250 છે.
- ગાઝિયાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,410 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,250 છે.
- લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,410 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,250 છે.
- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,260 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,100 છે.
- પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.97,260 અને 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,100 છે.
Today Gold Rate
સોના-ચાંદી મોંઘા થવાના કારણો (Gold Price Today)
આ ભાવવધારા પાછળ કેટલાક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે:
- વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા: અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આવા સમયે રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળે છે અને સોના-ચાંદીને હંમેશા ભરોસાપાત્ર રોકાણ ગણવામાં આવે છે.
- રૂપિયાનું નબળું પ્રદર્શન: ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટતાં સોનાની આયાત મોંઘી બને છે, જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધે છે.
- વૈશ્વિક અનિશ્ચિતતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ અને રાજકીય અસ્થિરતા પણ સોનાને વધુ આકર્ષક રોકાણ બનાવે છે.
- ચાંદીની વધતી માંગ: રિન્યુએબલ એનર્જી (સૌર ઊર્જા) અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ચાંદીની વધતી માંગને કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે.
ભારતમાં સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારો, આયાત શુલ્ક, ટેક્સ અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધાર રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર ઘરેણાં જ નહીં, પરંતુ રોકાણ અને બચતનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે, અને તહેવારો તેમજ લગ્નની સિઝનમાં તેની માંગ સૌથી વધુ રહે છે.
આ પણ વાંચો : Stock Market Opening : શેરબજાર સતત 3જા દિવસે ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો


