Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICICI Bank Minimum Balance: હવે ખાતામાં 50 હજાર રાખવાની જરૂર નહીં, બેંકનો યુટર્ન

ICICI બેન્કે ગ્રાહકોની નારાજગી બાદ બચત ખાતાનું મિનિમમ બેલેન્સ ₹50,000 થી ઘટાડીને ₹15,000 કર્યું. જાણો મેટ્રો, શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નવા નિયમો.
icici bank minimum balance  હવે ખાતામાં 50 હજાર રાખવાની જરૂર નહીં  બેંકનો યુટર્ન
Advertisement
  • મિનિમમ બેલેન્સ મુદ્દે ICICI બેંકનો યુટર્ન (ICICI Bank minimum balance)
  • હવે ખાતામાં મિનિમમ 50 હજાર નહીં રાખવા પડે
  • બેંકે મિનિમમ બેલેન્સની મર્યાદા 15 હજાર કરી
  • બેંકના 50 હજાર મિનિમમ બેલેન્સના નિર્ણયથી લોકો હતા નારાજ

ICICI Bank Minimum Balance: ભારતના બીજા સૌથી મોટા ખાનગી ક્ષેત્રના બેન્ક ICICI બેન્કએ તાજેતરમાં તેના ગ્રાહકો માટે બચત ખાતામાં ન્યૂનતમ માસિક સરેરાશ બેલેન્સ (MAB) રૂ.50,000 કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેના કારણે બેન્કે આખરે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ગ્રાહકોના પ્રતિભાવને ધ્યાનમાં રાખીને, બેન્કે હવે MABની રકમ રૂ.50,000 થી ઘટાડીને રૂ.15,000 કરી છે.

નવા નિયમો ક્યારથી લાગુ થશે? (ICICI Bank minimum balance)

ICICI બેન્કે આ અંગે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે, "અમે 1 ઓગસ્ટ, 2025થી ખોલવામાં આવેલા નવા બચત ખાતાઓ માટે માસિક સરેરાશ બેલેન્સની નવી શરતો રજૂ કરી હતી." જોકે, ગ્રાહકો તરફથી મળેલા પ્રતિભાવ બાદ બેન્કે આ શરતોમાં ફેરફાર કર્યો છે. બેન્કનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવાનો છે.

Advertisement

ICICI BANK NEW RULE

ICICI BANK NEW RULE

Advertisement

નવા MAB નિયમો (ICICI Bank minimum balance)

આ સુધારેલા નિયમો મુજબ, જુદા જુદા ભૌગોલિક વિસ્તારો માટે મિનિમમ બેલેન્સની રકમ નીચે મુજબ રહેશે:

મેટ્રો અને શહેરી વિસ્તારો (Metro and urban locations): રૂ.15,000

અર્ધ-શહેરી વિસ્તારો (Semi-urban locations): રૂ.7,500

ગ્રામીણ વિસ્તારો (Rural locations): રૂ.2,500

કોને મળશે મિનિમમ બેલેન્સમાંથી મુક્તિ?

બેન્કે અમુક ખાસ વર્ગના ગ્રાહકોને આ નવા નિયમોમાંથી મુક્તિ પણ આપી છે. જે ગ્રાહકોની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને જેઓ પેન્શન મેળવે છે, તેવા ગ્રાહકોને ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, 1,200થી વધુ પસંદગીના સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ નિયમ લાગુ પડશે નહીં. આ ફેરફારો ગ્રાહકો માટે એક મોટી રાહત સમાન છે. આ અપડેટ 13 ઓગસ્ટ, 2025ના રોજ 09:06 PM IST પર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Bank Fees : દેશની સૌથી મોટી બેંક SBI એ તેના ગ્રાહકોને આપ્યો ઝટકો

Tags :
Advertisement

.

×