India-Pakistan War : ઓમર અબ્દુલ્લાએ IMF ને પર કર્યા આકરા વાકપ્રહાર, J&Kના CM ભડક્યાં
- IMF એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાયને મંજૂરી આપી છે
- J&Kના CM Omar Abdullah એ IMF પર આકરા વાકપ્રહાર કર્યા છે
- ભારતે IMF બોર્ડ મીટિંગમાં પાકિસ્તાનને સહાય આપવા મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો
India-Pakistan War : ગઈકાલ શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાય આપવાની મંજૂરી આપી છે. આ ઘટના બાદ J&Kના CM ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) એ IMF પર કર્યા આકરા વાકપ્રહાર કર્યા છે. CM Omar Abdullah એ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ને સણસણતો સવાલ કર્યો છે. તેમણે પૂછ્યું કે, જ્યારે પાકિસ્તાન ભારતના અનેક ક્ષેત્રોમાં સતત ગોળીબાર કરી રહ્યું છે ત્યારે લોન આપવાથી આ પરિસ્થિતિમાં કઈ રીતે ઘટાડો થશે ?
Pak PM શાહબાઝ શરીફનું નિવેદન
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાય આપવાની મંજૂરી આપ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા નિવેદન આપવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif) એ કહ્યું કે, પાકિસ્તાન માટે IMF દ્વારા 1 બિલિયન ડોલરના હપ્તાને મંજૂરી આપવી એ ભારતની દબાણ બનાવવાની વ્યૂહરચનાની નિષ્ફળતા છે.
J&Kના CM Omar Abdullah ની તીખી પ્રતિક્રિયા
શુક્રવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની તાત્કાલિક સહાય આપવાની મંજૂરી આપી છે. તેના પર Pak PM શાહબાઝ શરીફનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે લોન મળવાને ભારતની નિષ્ફળતા ગણાવી છે. આ ઘટના બાદ J&Kના CM Omar Abdullah એ તીખી પ્રતિક્રિયા આપી છે. ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરી જેમાં લખ્યું છે કે, મને ખાતરી નથી કે આંતરરાષ્ટ્રીય સમુદાય કેવી રીતે વિચારે છે કે જ્યારે IMF પાકિસ્તાનને પૂંછ (Poonch) , રાજૌરી (Rajouri) , ઉરી (Uri) , તંગધાર (Tangdhaar) અને અન્ય ઘણા સ્થળોનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાતા તમામ શસ્ત્રો માટે વળતર આપશે ત્યારે ઉપખંડમાં હાલનો તણાવ કેવી રીતે ઓછો થશે ?
આ પણ વાંચોઃ India- Pakistan War : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં રેલી
IMF બોર્ડ મીટિંગમાં ભારતનો વિરોધ
J&Kના CM ઓમર અબ્દુલ્લાની તીખી પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે IMF એ ભારતની ચિંતાઓ છતાં વિસ્તૃત ભંડોળ સુવિધા (EFF) હેઠળ પાકિસ્તાનને લગભગ USD 1 બિલિયનની રકમ આપવાની મંજૂરી આપી છે. ભારતે IMF બોર્ડ મીટિંગ દરમિયાન જોરદાર વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાનના ખરાબ રેકોર્ડને ટાંકીને પાકિસ્તાનને 7 બિલિયન ડોલરના રાહત પેકેજ પર મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનને છેલ્લા 35 વર્ષોમાંથી 28 વર્ષોમાં IMF ભંડોળ મળ્યું છે. જેમાં ફક્ત 5 વર્ષમાં 4 કાર્યક્રમોનો સમાવેશ થાય છે પરંતુ આમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે. પાકિસ્તાનનો લશ્કરી હસ્તક્ષેપ અસરકારક નીતિ નિર્માણ અને પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. ભારતે વધુમાં ચેતવણી આપી હતી કે, સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરવા છતાં પાકિસ્તાનને IMF દ્વારા સતત ટેકો આપવાથી વૈશ્વિક મૂલ્યોને નુકસાન થાય છે અને નાણાકીય સંસ્થાઓની વિશ્વસનીયતા જોખમાય છે.
આ પણ વાંચોઃ IndiaPakistanWar2025 : પાકિસ્તાનને IMF એ અબજો ડોલરની આપી લોન! ભારતનો વિરોધ