Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

L&Tને તેની વર્કિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો, અધધ........છે ઓર્ડર વેલ્યુ !!!

L&Tને ગલ્ફ કન્ટ્રી કતારમાં તેની વર્કિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીને ઓફશોર હાઈડ્રોકાર્બન વ્યવસાય માટે આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીએ આ કોન્ટ્રાક્ટની એક્ઝેટ વેલ્યુ જાહેર કરી નથી પરંતુ આ કિંમત અંદાજિત 15,000 કરોડ રુપિયાથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.
l tને તેની વર્કિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો  અધધ        છે ઓર્ડર વેલ્યુ
Advertisement
  • અલ્ટ્રા મેગા કોન્ટ્રાક્ટની ઓર્ડર વેલ્યૂ 15000 કરોડથી વધુની હોવાનું કહેવાય છે
  • આ સમાચારથી L&Tના શેરની કિંમતમાં 0.05 ટકાનો થયો વધારો
  • કતારના ઉત્તરપૂર્વ કિનારાથી આશરે 80 કિમી દૂર વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ કરાશે

Ahmedabad:એન્જિનિયરિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો(L&T)ને કતાર એનર્જી LNG તરફથી એક મેગા કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કંપનીના ઇતિહાસમાં સૌથી મોટો કરાર માનવામાં આવે છે. કંપનીને ઓફશોર હાઇડ્રોકાર્બન વ્યવસાય માટે આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી પરંતુ તેને અલ્ટ્રા મેગા નામ આપ્યું છે. આ કોન્ટ્રાક્ટ 15,000 કરોડ રૂપિયાથી વધુનો છે. કતાર એનર્જી એલએનજી વિશ્વની સૌથી મોટી એલએનજી કંપનીઓમાંની એક છે. કંપનીએ નોર્થ ફિલ્ડ પ્રોડક્શન સસ્ટેનેબિલિટી ઓફશોર કમ્પ્રેશન પ્રોજેક્ટનું કામ L&Tને આપ્યું છે.

શું છે મેઈન ટાસ્ક ?

L&Tને કતારમાં મળેલ આ મેગા કોન્ટ્રાકટ અનુસાર કંપનીએ 2 હ્યુજ ઓફશોર કમ્પ્રેશન કોમ્પ્લેક્સ બનાવવામાં આવનાર છે. આમાં ડિઝાઇનિંગ, સામગ્રી ખરીદવી, ઉત્પાદન, ઈન્સ્ટોલેશન અને સેટઅપનો સમાવેશ થાય છે. દરેક સંકુલમાં ઓફશોર પ્લેટફોર્મ હશે. આ પ્લેટફોર્મમાં કમ્પ્રેશન અને પાવર સુવિધાઓ હશે. સ્ટાફ લિવિંગ ક્વાર્ટર્સ, ફ્લેર પ્લેટફોર્મ, કનેક્ટિંગ બ્રિજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરનો પણ સમાવેશ કરવામાં આવશે. જેનું નિર્માણ કતારના ઉત્તરપૂર્વ કિનારાથી આશરે 80 કિમી દૂર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ BHIM 3.0 એપ લોન્ચ કરાઈ, 15થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે આ એપ

Advertisement

સેન્સેકસ ડાઉન હોવા છતાં શેરની કિંમત વધી

આ સમાચાર આવ્યા ત્યારે સેન્સેક્સ 0.09 ટકા ઘટેલો હતો તેમ છતાં L&T ના શેરમાં વધારો થયો. શેરની કિંમતમાં 0.5 ટકા વધીને રૂ. 3495.70 પર પહોંચ્યો હતો.

L&Tના CMDનું નિવેદનઃ

L&T કંપનીના CMD એસ.એન. સુબ્રમણ્યમે કહ્યું કે, કતાર એનર્જી એલએનજી પાસેથી અલ્ટ્રા મેગા ઓફશોર કોન્ટ્રાક્ટ મેળવવો એ આપણા ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ આપણા વર્લ્ડ વાઈડ એનર્જી પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે. તે કતારના ઊર્જા સુરક્ષા લક્ષ્યોને પણ પૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ  EPFO સભ્યો માટે Good News! ATM અને UPI દ્વારા PF ના નાણા ઉપાડી શકાશે

Tags :
Advertisement

.

×