Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nazara Tech Shares : 3 દિવસમાં 18% તૂટ્યો આ શેર, શું અત્યારે ખરીદવા જોઈએ કે પછી દૂર જ રહેવું જોઈએ?

નઝારા ટેક્નોલોજીસના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો (Nazara Tech Shares) કંપનીના શેરની કિંમત 3.5 ટકા સુધી ઘટી બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર Nazara Tech Shares: નઝારા ટેક્નોલોજીસના શેર(Nazara Tech Shares)માં આજે 22 ઓગસ્ટ, 2025ના રોજ સતત ત્રીજા દિવસે ઘટાડો...
nazara tech shares   3 દિવસમાં 18  તૂટ્યો આ શેર  શું અત્યારે ખરીદવા જોઈએ કે પછી દૂર જ રહેવું જોઈએ
Advertisement
  • નઝારા ટેક્નોલોજીસના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો (Nazara Tech Shares)
  • કંપનીના શેરની કિંમત 3.5 ટકા સુધી ઘટી
  • બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર

Nazara Tech Shares: નઝારા ટેક્નોલોજીસના શેર(Nazara Tech Shares)માં આજે 22 ઓગસ્ટ, 2025ના રોજ સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આજે આ કંપનીના શેરની કિંમત 3.5 ટકા સુધી ઘટીને 1,150 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા 3 દિવસમાં આ શેર આશરે 18.25 ટકા ગગડી ચૂક્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનું પ્રસ્તાવિત ઓનલાઈન ગેમિંગ રેગ્યુલેશન બિલ, 2025 છે. આ બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ગઈ ગયું છે, જેના પછી નઝારા ટેક (Nazara Tech)ના શેરમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે, શું આ શેરમાં હજુ વધુ ઘટાડો થશે, કે પછી આ ઘટાડો લાંબા ગાળાના રોકાણની તક બની શકે છે?

શું છે નવું ગેમિંગ બિલ? (Nazara Tech Shares)

કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025ને મંજૂરી આપી દીધી છે. આ બિલનો ઉદ્દેશ્ય પૈસા આધારિત ગેમિંગ પ્લેટફોર્મ પર કડક નિયમન લાગુ કરવાનો છે, જેથી સટ્ટાબાજીની લત, મની લોન્ડરિંગ અને છેતરપિંડી જેવા જોખમોને રોકી શકાય. નઝારા ટેકે સ્પષ્ટ કર્યું છે કે આ બિલથી તેની કમાણી કે EBITDA પર કોઈ સીધી અસર નહીં થાય.

Advertisement

Advertisement

ગેમિંગ સેક્ટરને લઈને સેન્ટીમેન્ટ નેગેટિવ (Nazara Tech Shares)

INVassetના બિઝનેસ હેડ હર્ષલ દાસાણીએ જણાવ્યું, "કંપનીના સ્પષ્ટીકરણ છતાં, સમગ્ર ઓનલાઈન ગેમિંગ સેક્ટરને લઈને સેન્ટીમેન્ટ નેગેટિવ છે. નઝારા ટેકનો શેર હાલના દિવસોમાં લગભગ 15% સુધી તૂટ્યો છે. જેથી રોકાણકારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે."

આ પણ  વાંચો -India China Relations: ભારતના સમર્થનમાં આવ્યું ચીન,ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ

Moonshine Technologiesના કારણે ડર

નઝારા ટેકની રિયલ મની ગેમિંગ બિઝનેસમાં કોઈ સીધી હિસ્સેદારી નથી. પરંતુ, તેની એસોસિએટ કંપની મૂનશાઈન ટેક્નોલોજીસ (Moonshine Technologies), પોકરબાજી નામથી એક રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ છે. નઝારા ટેકની આ કંપનીમાં લગભગ 46% હિસ્સેદારી છે, જેની વેલ્યૂ આશરે ₹1,000 કરોડ માનવામાં આવે છે.

આ પણ  વાંચો -Multibagger Stocks : આ શેર નીકળ્યો સોનાનો ખજાનો, 1 લાખના બનાવી દીધા 10 કરોડ રૂપિયા

રોકાણકારોનું શું માનવું છે?

જો રિયલ મની ગેમિંગ સેક્ટર પર દબાણ વધે કે પ્રતિબંધ આવે, તો રોકાણકારોનું માનવું છે કે આ હિસ્સેદારીની વેલ્યૂ ઘટી શકે છે. જોકે, એનાલિસ્ટ્સનું કહેવું છે કે નઝારા ટેકની કન્સોલિડેટેડ રેવેન્યૂમાં રિયલ મની ગેમિંગનો હિસ્સો નથી. કંપનીની આવક મુખ્યત્વે ઈ-સ્પોર્ટ્સ, ગેમિફાઈડ લર્નિંગ, એડટેક અને પબ્લિશિંગમાંથી આવે છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે કે, નવા નિયમો પર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી શેરમાં અસ્થિરતા રહેશે. તેથી શોર્ટ-ટર્મમાં (અત્યારે) સાવચેતી રાખવી જરૂરી છે. પરંતુ લાંબા ગાળાના દૃષ્ટિકોણથી, નઝારા ટેકનું ડાયવર્સિફાઈડ મોડલ અને મજબૂત બેલેન્સ શીટ તેને ભારતની ગેમિંગ ઈકોનોમી પર દાંવ લગાવવા માટે એક મજબૂત પ્લેયર બનાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. Gujrata First તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tags :
Advertisement

.

×