Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત

નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા ટુ-વ્હીલર ચાલકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમ મુજબ, હવે 15 જુલાઈ, 2025 થી ટુ-વ્હીલર ચાલકોએ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે.
હવે ટુ વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ  જાણો વધુ વિગત
Advertisement
  • હવે ટુવ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ
  • નેશનલ હાઈવે પર હવે ટુ-વ્હીલરને ટોલ ટેક્સ લાગશે
  • 15 જુલાઈથી નવો નિયમ NHAI દ્વારા લાગુ કરાશે
  • FASTag વડે ટુ-વ્હીલરનો ટોલ વસૂલવામાં આવશે
  • નિયમભંગ કરનારાને 2 હજારનો દંડ કરવામાં આવશે

Toll Tax On Two wheelers : નેશનલ હાઈવે પર મુસાફરી કરતા ટુ-વ્હીલર ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીહા, જો તમે ટુ-વ્હીલર ચલાવો છો અને નેશનલ હાઈવેનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. 15 જુલાઈ, 2025થી ટુ-વ્હીલર વાહનો પર પણ ટોલ ટેક્સ લાગુ થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જારી નવા નિયમ મુજબ, FASTag દ્વારા ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે, અને નિયમનું પાલન ન કરનારાઓને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નવો નિયમ ટુ-વ્હીલર ચાલકો માટે નવો ખર્ચ ઉમેરશે, જેનાથી નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા લાખો લોકો પર અસર પડશે.

હવે ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ટુ-વ્હીલર ચાલકો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ 15 જુલાઈ, 2025 થી ટુ-વ્હીલર માટે ટોલ ટેક્સ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ટુ-વ્હીલર વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ બદલાવા જઈ રહ્યો છે. NHAI ની નવી જોગવાઈઓ અનુસાર, હવે ટુ-વ્હીલર વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરવા માટે પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે, અને આ ચુકવણી FASTag દ્વારા કરવી ફરજિયાત રહેશે. ટુ-વ્હીલર ચાલકોએ હવે દરેક ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવો પડશે જ્યાં નિયમો લાગુ થશે.

Advertisement

પહેલાં ટોલ કેમ ચૂકવવો પડતો ન હતો?

અત્યાર સુધી, જ્યારે નવું ટુ-વ્હીલર ખરીદવામાં આવતું હતું, ત્યારે તેની નોંધણી સમયે ટોલ ટેક્સની અંદાજિત રકમ એકસાથે વસૂલવામાં આવતી હતી. આ કારણોસર, તેમને ટોલ પ્લાઝા પર અલગ ફી ચૂકવવાની રહેતી ન હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ જૂની જોગવાઈનો અંત લાવીને ટોલ પ્લાઝા પર સીધી ફી વસૂલવાનો નિર્ણય લીધો છે.

Advertisement

₹ 2,000 સુધીનો દંડ

જણાવી દઇએ કે, નવા નિયમો હેઠળ, દરેક ટુ-વ્હીલર માટે FASTag હોવું ફરજિયાત રહેશે. જે વાહનચાલકો ટોલ ચૂકવવાનું ટાળવાનો પ્રયાસ કરે છે, અથવા FASTag નો ઉપયોગ કરતા નથી, તેમને ₹ 2,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. હાલમાં, ટોલ ટેક્સ ફક્ત ફોર-વ્હીલર અથવા મોટા વાહનો પાસેથી જ વસૂલવામાં આવે છે. પરંતુ હવે બધા ટુ-વ્હીલર પણ આ નિયમના દાયરામાં આવશે. એટલે કે, મોટરસાયકલ, સ્કૂટર, એક્ટિવા જેવા તમામ વાહનો હવે ટોલ ફીના દાયરામાં આવશે.

આ પણ વાંચો :  દેશભરના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટથી FASTag સંબંધિત નિયમોમાં થશે ફેરફાર

Tags :
Advertisement

.

×