Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ITR Filing : પત્તા અથવા ક્રિકેટ જેવી એપથી પૈસા કમાયા હોય રિટર્ન ફાઇલ કરવાનું ચૂકતા નહીં

ITR Filing : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓનલાઈન ગેમિંગ બિલ પર હસ્તાક્ષર કરતા તે કાયદો બન્યો છે, સાથે જ આવકવેરાના કાયદાને પણ મંજુરી અપાઇ
itr filing   પત્તા અથવા ક્રિકેટ જેવી એપથી પૈસા કમાયા હોય રિટર્ન ફાઇલ કરવાનું ચૂકતા નહીં
Advertisement
  • ઓનલાઇન ગેમીંગ પર સરકારે કોરડો વિંઝ્યો
  • જો કોઇ યુઝર પૈસા કમાયું હોય તો ખાસ રિટર્ન ફાઇલ કરી દેવું
  • ઇન્કમટેક્સ વિભાગ 30 ટકાનો કર દર વસુલી શકે છે

ITR Filing : જો તમે ડ્રીમ11 કે રમી જેવી ઓનલાઈન ગેમ્સમાંથી પૈસા કમાઈ રહ્યા છો (Online Gaming App Earning) , તો આવકવેરા રિટર્ન ફાઇલ (ITR File) કરવું જરૂરી છે. આ આવક પર અલગ રીતે કર લાદવામાં આવે છે અને. તેના પર કોઈ છૂટ નથી. આવકવેરા કાયદા મુજબ, ઓનલાઈન ગેમિંગમાંથી થતી આવક પર સીધો 30 ટકા કર લાદવામાં આવ્યો છે. ગેમના પ્રકાર કે ફોર્મેટથી આ કર દરને કોઈ પણ પ્રકારે ફરક પડતો નથી.

Advertisement

જૂના કાયદાના ઘણા ભાગોને અસર કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે (22 ઓગસ્ટ 2025) ઓનલાઈન ગેમિંગ બિલ પર હસ્તાક્ષર કરતા તે કાયદો બન્યો છે. હવે પૈસા આધારિત ચાલતી ઓનલાઈન ગેમિંગ (Online Gaming) સામે કડક કાર્યવાહી કરી શકાશે. આ સાથે રાષ્ટ્રપતિએ 2025 ના નવા આવકવેરા કાયદાને પણ મંજૂરી આપી છે, જે આવતા વર્ષે એપ્રિલથી અમલમાં આવશે. આ બદલાવ 1961ના જૂના કાયદાના ઘણા ભાગોને અસર કરશે, જેમાં ગેમિંગ આવક પણ શામેલ છે. જો કે, આ ફેરફાર 2025 માટે રિટર્ન ફાઇલ કરનારાઓને અસર કરશે નહીં.

Advertisement

આવકની જાણ હોવી જરૂરી

ભલે તમારી કુલ આવક ટેક્સ સ્લેબમાં (ITR Tax Slab) મુક્ત હોય, પરંતુ જાણકારી રાખવા પાછળનું કારણ એ છે કે, ઓનલાઈન ગેમિંગની કમાણી (Online Gaming App Earning) પર અન્ય આવક સિવાય 30% સીધો કર લાદવામાં આવ્યો છે. જો તમારી અન્ય આવક કર મર્યાદા કરતા ઓછી હોય, તો પણ તમારે ગેમિંગ આવક પર કર ચૂકવવો પડશે. રમતોમાંથી થતા નુકસાનને અન્ય આવક સાથે ભેગું કરી શકાતું નથી.

આવકવેરાનો કાયદો શું કહે છે ?

કાયદાની કલમ 115BBJ મુજબ, કોઈપણ ઓનલાઈન ગેમમાંથી મળેલી જીત (Online Gaming App Earning) પર 30% કર સીધો ચૂકવવો પડશે. આના પર થતા નુકસાનને ભેગું કરવા માટે કોઈ મુક્તિ, કપાત અથવા નિયમ નથી. આ કર તમારી બાકીની આવક પર લાદવામાં આવતા સામાન્ય કરથી અલગ છે.

ગેમિંગ સિવાયની આવક પર સામાન્ય કર

કાયદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ચૂકવવાપાત્ર કર બે ભાગમાં હશે, પ્રથમ તે વર્ષમાં ઓનલાઈન ગેમ્સમાંથી મળેલી જીત (Online Gaming App Earning) પર 30% કર લાગુ પડળશે, અને તમારી બાકીની આવક પર (ગેમિંગ આવકની ગણતરી કર્યા વિના) સામાન્ય કર લાગુ પડશે. અહીં ઓનલાઈન ગેમનો અર્થ એવી કોઈપણ રમત છે જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને મોબાઇલ અથવા કમ્પ્યુટર જેવા ઉપકરણથી રમી શકાય છે.

બે નવા કાયદા અને એક મોટો ફેરફાર ?

ડ્રીમ11 સહિત ઘણા પ્લેટફોર્મ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના મુખ્ય વ્યવસાયથી દૂર રહીને અને ઓનલાઈન ગેમિંગ એક્ટ હેઠળ (Online Gaming App Earning) દંડથી બચીને આ ફેરફારોનું પાલન કરી રહ્યા છે. આ નવા કાયદાનો ઉદ્દેશ્ય વ્યસન અને પૈસાના શોષણને રોકવાનો છે. ઉલ્લંઘન પર દંડ અને જેલ પણ થઇ શકે છે. આવતા વર્ષથી કલમ 115BBJ નો પ્રભાવ ઓછો થવાની શક્યતા છે, કારણ કે, વાસ્તવિક પૈસાની રમતો પર હવે પ્રતિબંધ છે. હા, ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને મુક્તિ આપવામાં આવી છે.

જીત પર કર લાદવાનું સૂચન

બીજી બાજુ, નવા આવકવેરા કાયદા 2025 માં આ કલમમાં ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં એક નવો વિભાગ શામેલ છે જે 30% ના સમાન દરે કુલ જીત (નેટને બદલે) પર કર લાદવાનું સૂચન કરે છે.

આ પણ વાંચો ----- GST 2.0 માં ટ્રમ્પના ટેરિફની હવા નીકળી જશે! ભારત સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

Tags :
Advertisement

.

×