Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paper Stocks : પેપર કંપનીઓના શેરમાં આગ જરતી તેજી,રોકાણકારો માલામાલ,જાણો કારણ

પેપર કંપનીઓના શેરેમાં  તેજી જોવા મળી (Paper Stocks) સરકારના કયા નિર્ણયથી આવી શેરમાં તેજી? આંધ્ર પેપરના શેરમાં 8 ટકાની તેજી જોવા મળી Paper Stocks: ભારતીય શેરબજારમાં આજે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...
paper stocks   પેપર કંપનીઓના શેરમાં આગ જરતી તેજી રોકાણકારો  માલામાલ જાણો કારણ
Advertisement
  • પેપર કંપનીઓના શેરેમાં  તેજી જોવા મળી (Paper Stocks)
  • સરકારના કયા નિર્ણયથી આવી શેરમાં તેજી?
  • આંધ્ર પેપરના શેરમાં 8 ટકાની તેજી જોવા મળી

Paper Stocks: ભારતીય શેરબજારમાં આજે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50માં લગભગ અડધા ટકાનો વધારો નોંધાયો છે. ખરીદીના આ માહોલમાં આજે પેપર કંપનીઓના (Paper Stocks)શેર રોકેટની જેમ ઉડ્યા અને 15 ટકા સુધીનો ઉછાળો નોંધાવ્યો. આજે જે.કે. પેપર અને તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સના શેર 15-15 ટકા ઉછળ્યા છે, જ્યારે વેસ્ટ કોસ્ટ પેપર મિલ્સના શેરમાં 13 ટકાની અને આંધ્ર પેપરના શેરમાં 8 ટકાની તેજી જોવા મળી છે. પેપર સ્ટોક્સમાં આ ઉછાળાનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનો એક મહત્વનો નિર્ણય છે.

વોલ્યૂમ એક્ટિવિટીમાં પણ જોવા મળી જોરદાર તેજી

આજે પેપર સ્ટોક્સમાં વોલ્યૂમ એક્ટિવિટીની સાથે 15% સુધીની તેજી આવી છે. સૌથી તગડી લેવડ-દેવડ જે.કે પેપરના શેરમાં જોવા મળી, જેનું વોલ્યૂમ ઉછળીને 90 લાખ શેર પર પહોંચી ગયું. જે તેના 20 દિવસના સરેરાશ 80 હજાર શેરથી ઘણું વધારે છે. તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સના શેરનું વોલ્યુમ 33 હજારની સરેરાશથી વધીને 35.2 લાખ શેર અને વેસ્ટ કોસ્ટ પેપરનું વોલ્યુમ 20 હજારની સરેરાશથી વધીને 10.6 લાખ શેર પર પહોંચ્યું.

Advertisement

આ પણ  વાંચો -GST 2.0 માં ટ્રમ્પના ટેરિફની હવા નીકળી જશે! ભારત સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

Advertisement

સરકારના કયા નિર્ણયથી આવી શેરમાં તેજી?

પેપર કંપનીઓના શેરમાં આજની તેજીનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનો એક નિર્ણય છે, જેના અંતર્ગત વર્જિન મલ્ટી-લેયર પેપર બોર્ડ પર ન્યૂનતમ આયાત મૂલ્ય (Minimum import value - MIP) લાગુ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના નોટિફિકેશન મુજબ, આ ન્યૂનતમ આયાત મૂલ્ય (Minimum import value) 31 માર્ચ, 2026 સુધી, એટલે કે નાણાકીય વર્ષ 2026ના અંત સુધી લાગુ રહેશે. વર્જિન મલ્ટી-લેયર પેપર બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ફાર્મા, એફએમસીજી પ્રોડક્ટ્સ, ફૂડ અને બેવરેજીસ, ઇલેક્ટ્રોનિક્સ, હાઇ-એન્ડ કોસ્મેટિક્સ, લિકરની પેકેજિંગ તેમજ બુક કવર અને પબ્લિશિંગ માટે થાય છે.

આ પણ  વાંચો -Gold Price Today: રવિવારે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો લેટેસ્ટ રેટ

ઉછાળા પાછળ આ કારણો પણ જવાબદાર

સરકારના નીતિગત સપોર્ટની સાથે-સાથે પેપર સ્ટોક્સને અન્ય કેટલાંક કારણો દ્વારા પણ ટેકો (સપોર્ટ) મળ્યો છે. કાચા માલના ભાવમાં સ્થિરતાએ પેપર કંપનીઓને તેમનું માર્જિન જાળવી રાખવામાં મદદ કરી છે. હવે તહેવારોની સિઝન શરૂ થવાની છે, જેના કારણે પેકેજિંગની માંગમાં વધારો થવાની અપેક્ષા છે, જેથી પેપર અને પેકેજિંગ ક્ષેત્ર માટે ત્રીજો અને ચોથો ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે મજબૂત હોય છે. આ ઉપરાંત, કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે, જેનાથી વધતી માંગનો લાભ લેવા તેઓ મજબૂત સ્થિતિમાં છે અને આ કરણે શેર ઉછળી પડ્યા છે. આ સિવાય તાજેતરમાં સરકારે NCERTના સિલેબસમાં ફેરફાર કર્યો છે, જેના કારણે પણ પેપર સ્ટોક્સને ટેકો (સપોર્ટ) મળ્યો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. Gujrata First તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tags :
Advertisement

.

×