Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market:શેરબજારમાં તેજી યથાવત,સેન્સેક્સમાં 80 પોઇન્ટનો ઉછાળો

શુક્રવારે માર્કેટ વધારા સાથે થયુ બંધ સેન્સેક્સમાં 80.12 પોઇન્ટનો વધારો આજે માર્કેટ લીલા નિશાનમાં થયુ બંધ Share Market:સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર (Share Market:)વધારા સાથે બંધ થયું હતું. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.04 ટકા...
share market શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સમાં 80 પોઇન્ટનો ઉછાળો
Advertisement
  1. શુક્રવારે માર્કેટ વધારા સાથે થયુ બંધ
  2. સેન્સેક્સમાં 80.12 પોઇન્ટનો વધારો
  3. આજે માર્કેટ લીલા નિશાનમાં થયુ બંધ

Share Market:સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર (Share Market:)વધારા સાથે બંધ થયું હતું. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.04 ટકા અથવા 33 પોઇન્ટના વધારા સાથે 81,086 પર બંધ થયો હતો.સેન્સેક્સ 80.12 પોઇન્ટના નજીવા વધારા સાથે 81,133 અંક પર બંધ થયુ. જ્યારે નિફ્ટી 22 પોઇન્ટના વધારા સાથે 24,833 અંક પર બંધ થયો. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જીરોમ પૉવેલના જૈક્શન હોલમાં સંબોધન પહેલા ભારતીય શેર બજાર નજીવા વધારા સાથે બંધ થયું. ફેડ ચેરમેનની સ્પીચથી પહેલા આઇટી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે માર્કેટને માત્ર ઓટો સેક્ટરના શેરનો સહારો મળ્યો છે.

વધતા અને ઘટતા શેર

આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે અને 13 નુકસાન સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 21 વધ્યા અને 29 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં ટાટા મોટર્સ 1.58 ટકા, સન ફાર્મા 1.44 ટકા, ભારતી એરટેલ 1.40 ટકા, બજાજ ફિનસર્વ 1.15 ટકા, ICICI બેન્ક 1.07 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.96 ટકા, પાવર ગ્રીડ 0.76 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 4.6 ટકા, H406 ટકા સાથે બંધ છે. જ્યારે ટેક મહિન્દ્રા 1.17 ટકા, એચસીએલ ટેક 0.93 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.86 ટકા, ટાઇટન 0.86 ટકા, ઇન્ફોસિસ 0.74 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

Advertisement

આ પણ  વાંચો -અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, SEBI એ લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ, 25 કરોડનો દંડ

Advertisement

આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો

નિફ્ટી પેક શેર્સમાં શુક્રવારે બજાજ ઓટોમાં 4.74 ટકા, કોલ ઈન્ડિયામાં 1.70 ટકા, ભારતી એરટેલમાં 1.59 ટકા, ટાટા મોટર્સમાં 1.58 ટકા અને સન ફાર્મામાં 1.39 ટકાનો વધારો થયો હતો. તે જ સમયે, LTI માઇન્ડટ્રીમાં 1.27 ટકા, વિપ્રોમાં 1.16 ટકા, ONGCમાં 0.99 ટકા અને ટાઇટનમાં 0.93 ટકાનો મહત્તમ ઘટાડો નોંધાયો હતો.

આ પણ  વાંચો -Zomato એ તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરી દીધી, દીપેન્દ્ર ગોયલે કારણ જણાવ્યું

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે નિફ્ટી ઓટો (+1.12) સિવાય અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી બેન્કમાં 0.10 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.06 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.12 ટકા, નિફ્ટી આઇટીમાં 1 ટકા, નિફ્ટી મીડિયામાં 1.29 ટકા, નિફ્ટી મેટલમાં 0.38 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.08 ટકા, નિફ્ટી એસયુ બેન્કમાં 0.59 ટકા, પી.એસ.યુ. નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 0.12 ટકા, નિફ્ટી રિયલ્ટી 2.43 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ 0.16 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.17 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 0.66 ટકા અને નિફ્ટી મિડકેર 0.10 ટકા ઘટ્યા છે.

Tags :
Advertisement

.

×