Stock Market Opening : ટેરિફ ટેરરને લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 750 પોઈન્ટ ડાઉન
- આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો
- નિફ્ટીમાં 200 પોઈન્ટ અને સેન્સેક્સમાં 750 નો કડાકો જોવા મળ્યો
- BSE ની ટોચની 30 કંપનીઓમાંથી 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો
Stock Market Opening : ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં 750 નો કડાકો જોવા મળ્યો હતો. RIL અને L&T સહિત આ જાયન્ટ્ શેરની કિંમતો તૂટી જતાં બજાર કડડભૂસ થઈ ગયું છે.
BSE ની 26 કંપનીઓમાં ભારે ઘટાડો
આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ પહેલાથી જ 750 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટી બેંક લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને એફએમસીજી 300 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે 9.20 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE ની ટોચની 30 કંપનીઓમાંથી 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સ, RIL, M&M અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો હતો. તે જ સમયે 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.
આ પણ વાંચોઃ America : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ રીઝર્વ એગ્રીમેન્ટ પર કર્યા હસ્તાક્ષર
સ્મોલ અને મિડકેપમાં પણ મોટો ઘટાડો
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન BSE સ્મોલકેપમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, BSE મિડકેપમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપમાં, ફેઝ થ્રી લિમિટેડના શેર 10 ટકા ઘટ્યા હતા. જ્યારે મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5%) હતો.
Nifty down 0.6%, Sensex lost 500 pts in opening amid 25% US tariff, Experts say impact is short term
Read @ANI Story | https://t.co/cDDglh0Hv4#Nifty #Sensex pic.twitter.com/FTLRCTNZlj
— ANI Digital (@ani_digital) July 31, 2025
61 શેરમાં લોઅર સર્કિટ
BSE ના 3,085 ટ્રેડેડ શેરોમાંથી 887 શેરોમાં આજે વધારો જોવા મળ્યો હતો. જ્યારે 2,033 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 165 શેરોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. 61 શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. આ ઉપરાંત, 51 શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે ગયા હતા. જ્યારે 36 શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા.
આ પણ વાંચોઃ Delhi-NCR ગત રાતથી ભારે વરસાદે મચાવી તબાહી , હજૂ વધુ 7 દિવસની આગાહી કરાઈ


