Stock Market Opening : બજારની શરુઆતમાં જ સેન્સેક્સ રોકેટ બન્યો, 900 પોઈન્ટનો ઉછાળો
- યુદ્ધવિરામની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી
- બજાર ખુલતાં જ Sensex માં 900 પોઈન્ટ ઉછળ્યો
- બજાર ખુલ્યાના 5 મિનિટમાં જ, રોકાણકારોએ લગભગ 5,10,483.83 કરોડ રૂપિયા કમાઈ લીધા
- ડોલર સામે રૂપિયો 68 પૈસા મજબૂત થયો છે
Stock Market Opening : ઈરાન અને ઈઝરાયલના સંઘર્ષ દરમિયાન અમેરિકા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધ વિરામ (ceasefire)ની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ (Sensex) ખુલતાની સાથે જ 900 પોઈન્ટના ઉછાળા પર ટ્રેડ કરી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન બજારે 82,835.39 નો નવો હાઈ બનાવ્યો છે. બજાર ખુલ્યાના 5 મિનિટમાં જ, રોકાણકારોએ લગભગ 5,10,483.83 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 27 કંપનીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ફક્ત 3 કંપનીઓમાં જ ઘટાડો થયો છે.
ઈન્ટ્રાડેએ બનાવ્યો નવો હાઈ
સેન્સેક્સ 81, 896.79 ના છેલ્લા ક્લોઝિંગ સામે 82,534.61 પર ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 900 પોઈન્ટના ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ટ્રાડેમાં નવો હાઈ જોવા મળતા રોકાણકારોને ઘી-કેળા થઈ ગયા છે. ઈન્ટ્રાડેમાં 82,835.39 નો નવો હાઈ જોવા મળ્યો છે. બીજી તરફ, નિફ્ટી (Nifty) 24,971.90 ના છેલ્લા ક્લોઝિંગ સામે 25,179.90 પર ખુલ્યો છે. આમ, સ્થાનિક બજારમાં તેજી જોવા મળી અને બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ એક ટકાથી વધુનો વધારો થયો છે.
Nifty jumps 250 pts, Sensex up by 850 pts amid Israel-Iran ceasefire, focus now shifts to tariff deadline July 9
Read @ANI Story | https://t.co/sGVTTQ18p1#sharemarket #Nifty50 #Sensex #Nifty pic.twitter.com/jz33cn52US
— ANI Digital (@ani_digital) June 24, 2025
આ પણ વાંચોઃ Israel-Iran Conflict: ભારતમાં કેટલો છે તેલનો સ્ટોક? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ
ડોલર સામે રુપિયો પણ મજબૂત
અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને કતારમાં યુએસ એરબેઝને નિશાન બનાવ્યા હતા. તેથી ગત રોજ સોમવારે તેલના ભાવમાં લગભગ 6%નો ઘટાડો થયો હતો. મંગળવારે પણ ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે. BPCL, HPCL અને IOC જેવી તેલ કંપનીઓને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો ફાયદો થાય છે. નીચા ભાવ ઈનપુટ ખર્ચ ઘટાડે છે, જેનાથી ઇંધણનું રિફાઇનિંગ અને ઉત્પાદન સસ્તું બને છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના નીચા ભાવ આયાત બિલ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો ઘટાડે છે, જે રોકડ પ્રવાહમાં સુધારો કરે છે. તેથી જ શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટનો ઉછાળો આવ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ લગભગ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો. આ વધારાને કારણે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.43 લાખ કરોડથી વધીને 452.25 લાખ કરોડ રુપિયા થયું છે. જ્યારે ડોલર સામે રૂપિયો 68 પૈસા મજબૂત થયો છે.
આ પણ વાંચોઃ Iran-Israel War : અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં જ 10 હજાર કરોડથી વધુ રુપિયાનો થયો ઘટાડો


