Stock Market Opening : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 165 પોઈન્ટનો ઉછાળો
- સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું
- BSE પર સેન્સેક્સ 165 પોઈન્ટના વધારા સાથે 80,751.62 પર ખુલ્યો
- NSE પર નિફ્ટી 30 પોઈન્ટના વધારા સાથે 24,596.05 પર ખુલ્યો હતો
Stock Market Opening : આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. આજે સવારે BSE પર સેન્સેક્સ (Sensex) 165 પોઈન્ટના વધારા સાથે 80,751.62 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 30 પોઈન્ટના વધારા સાથે 24,596.05 પર ખુલ્યો હતો.
સવારે 10.00 કલાક સુધી બજારની સ્થિતિ
આજે આ સમાચાર લખાય છે ત્યાં સુધી (સવારે 10.00 કલાક સુધી) બજારની સ્થિતિ પર નજર કરીએ તો આજે ઓટો શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડેક્સ 1.25 ટકા વધ્યો. હીરો મોટો ઉપરાંત, આઈશર, બજાજ ઓટો અને ટીવીએસ મોટર જેવા ઓટો શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. આ સાથે ડિફેન્સ અને મેટલ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે. જ્યારે આજે ફાર્મા સેક્ટરમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીનો પહેલો સપોર્ટ 24,475-24,525 પર છે જ્યારે મુખ્ય સપોર્ટ 24,350-24,450 પર છે. બજારનો ટ્રેન્ડ નબળો છે, પરંતુ તે ઓવરસોલ્ડ છે.
આ પણ વાંચોઃ Mukesh Ambani રાઇટ હેન્ડ વિશે જાણો, જેમને ભેટમાં મળ્યું છે રૂ.1500 કરોડનું 22 માળનું વૈભવી ઘર
શુક્રવારે બજારની સ્થિતિ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું
ભારતીય શેરબજાર શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 585.67 પોઈન્ટના ઘટાડા સાથે 80,599.91 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 203 પોઈન્ટના ઘટાડા સાથે 24,565.35 પોઈન્ટ પર બંધ થયો હતો. જો કે આ ઘટાડાની અસર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નહિવત જોવા મળી હતી.
આ પણ વાંચોઃ GOLD LOAN લેતા પહેલા આ 6 બાબતો જાણી લો,નહીંતર થઇ શકે છે નુકસાન


