Stock Market Opening : આજે શેરબજાર રેડઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 148 પોઈન્ટનો ઘટાડો
- સેન્સેકસ 81,296.39 થી શરુ થયો
- સેન્સેક્સમાં 148 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
- નિફ્ટી 24,772 પર ખુલ્યો છે
Stock Market Opening : ટ્રેડિંગ વીકના ચોથા દિવસે આજે ગુરુવારે સવારે શેરબજાર રેડઝોનમાં ખુલ્યું છે. બીએસઈનો સેન્સેક્સ (Sensex) 148 પોઈન્ટના ઘટાડા સાથે 81,296.39 થી અને નિફ્ટી (Nifty) 24,772 પર ખુલ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટીમાં ટાઈટન કંપની, ટ્રેન્ટ, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, હીરો મોટોકોર્પના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે TCS, ટેક મહિન્દ્રા, ICICI બેન્ક, ONGC, બજાજ ફિનસર્વમાં ઘટાડો જોવા મળ્યો છે.
કેવું રહ્યું હતું બુધવારનું બજાર ?
ટ્રેડિંગ વીકના 3જા દિવસે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 138 પોઈન્ટના ઘટાડા સાથે 81,444.66 પર બંધ થયો હતો જ્યારે NSE પર નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 24,812.05 પર બંધ થયો હતો. ટ્રેડિંગ એક્સપર્ટ દ્વારા બુધવારે જે રીતે બજાર બંધ થયું તેના પરથી ગુરુવાર સવારે માર્કેટ રેડઝોનમાં ખુલવાની સંભાવના વ્યકત કરાઈ હતી. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા જેવી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં અસ્થિરતા જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Stock Market : શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
ટોપ ગેનર્સ, ટોપ લુઝર્સ
ગઈકાલે બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ટોપ ગેનર્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ટ્રેન્ટ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, M&M ના શેર સામેલ હતા. જ્યારે ટોપ લુઝર્સમાં CHUL, અદાણી પોર્ટ્સ, નેસ્લે, TCS, અદાણી એન્ટરપ્રાઈઝના શેર સામેલ હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, મીડિયા સિવાયના સેક્ટરમાં શેર રેડઝોનમાં ટ્રેડ થયા હતા.
આ પણ વાંચોઃ દેશભરના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટથી FASTag સંબંધિત નિયમોમાં થશે ફેરફાર


