Tata Capital IPO: રોકાણ માટે પૈસા રખજો તૈયાર, ટાટાની આ કંપનીના આઈપીઓ મળી શકે છે જંગી રિટર્ન
- TATA ગ્રુપ લાવી રહી છે 2025નો સૌથી મોટો IPO
- ટાટા કેપિટલ માટે કંપની જરુરી દસ્તાવેજ ફાઈલ કર્યા
- 17,555 કરોડ રૂપિયાનો હોઈ શકે છે IPO
- કંપનીનું મુલ્ય આશરે 97000 કરોડ આંકવામાં આવ્યું
Tata Capital IPO : ટાટા ગ્રૂપની ફાઇનાન્સ કંપની ટાટા કેપિટલ પોતાનો આઈપીઓ (IPO) લાવવાની તૈયારીમાં છે. કંપનીએ આ માટે સેબી (SEBI) પાસે જરૂરી દસ્તાવેજો ફાઇલ કરી દીધા છે. જો બધું યોજના મુજબ થાય તો આ IPOનો કદ લગભગ 2 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 17,555 કરોડ જેટલું થઈ શકે છે. જો આવું થાય, તો તે વર્ષ 2025નો અત્યાર સુધીનો સૌથી મોટો અને દેશનો ચોથો સૌથી મોટો IPO સાબિત થશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ કેટલીક મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC)ને શેરબજારમાં લિસ્ટ થવા માટે કહ્યું છે. ટાટા કેપિટલ પણ એક NBFC છે, તેથી તેને RBIના નિયમો મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં લિસ્ટ થવું ફરજિયાત છે. લિસ્ટિંગ બાદ કંપનીનું મૂલ્ય લગભગ 11 બિલિયન ડોલર (આશરે રૂ. 97,000 કરોડ) જેટલું આંકવામાં આવી રહ્યું છે.
IPOમાં શું સામેલ છે?
કંપની દ્વારા જમા કરાયેલા DRHP (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) મુજબ, આ IPOમાં 21 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત, ઓફર ફોર સેલ (OFS) હેઠળ 26.58 કરોડ શેરનું વેચાણ થશે. OFSમાં, ટાટા સન્સ 23 કરોડ શેર વેચશે, જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) 3.58 કરોડ શેર વેચશે. હાલમાં, ટાટા સન્સ પાસે ટાટા કેપિટલની 88.6% ભાગીદારી છે, જ્યારે IFC પાસે 1.8% ભાગીદારી છે.
આ પણ વાંચો : Gold Price Today: સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
કંપની IPOના પૈસાનો શું કરશે?
નવા શેર જારી કરીને મળેલા પૈસાનો ઉપયોગ ટાટા કેપિટલ તેના ટિયર-1 કેપિટલ બેઝને મજબૂત કરવા માટે કરશે. આનાથી કંપનીને ભવિષ્યમાં લોન આપવા જેવા કાર્યો માટે વધુ ભંડોળ મળશે. ટિયર-1 કેપિટલ બેઝ એટલે કંપની પાસે રહેલું ભંડોળ, જેનો ઉપયોગ તે નુકસાનના સમયે કરી શકે છે.
ટાટા ગ્રૂપનો બીજો મોટો IPO (Tata Capital IPO)
આ તાજેતરના વર્ષોમાં ટાટા ગ્રૂપનો બીજો મોટો IPO હશે. આ પહેલાં, ટાટા ટેક્નોલોજીસે નવેમ્બર 2023માં શેરબજારમાં શાનદાર એન્ટ્રી કરી હતી. જો આ IPO સફળ થાય તો તે ભારતીય ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીનો સૌથી મોટો IPO બની શકે છે.
આ પણ વાંચો: ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે RBI નો મોટો નિર્ણય, Repo Rate 5.50 ટકા પર યથાવત્ રાખ્યો


