Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambani ની કંપની તરફથી ઓર્ડર મળતાની સાથે જ આ કંપનીનો શેર થયો રોકેટ

Multibagger Stock : સાઉથ વેસ્ટ પિનેકલ એક્સપ્લોરેશનનો શેર બુધવારે તોફાની તેજીથી ભાગ્યો અને કારોબાર દરમિયાન 10 ટકા જેટલો ઉછળ્યો હતો.
ambani ની કંપની તરફથી ઓર્ડર મળતાની સાથે જ આ કંપનીનો શેર થયો રોકેટ
Advertisement
  • રિલાયન્સ દ્વારા આપવામાં આવ્યો ઓર્ડર
  • વર્ષના પહેલા જ દિવસે શેરે મચાવી દીધી ધુમ
  • રોકાણકારોને એક જ દિવસમાં લાગ્યો જેકપોટ

Multibagger Stock : સાઉથ વેસ્ટ પિનેકલ એક્સપ્લોરેશનનો શેર બુધવારે તોફાની તેજીથી ભાગ્યો અને કારોબાર દરમિયાન 10 ટકા જેટલો ઉછળ્યો હતો. કંપની દ્વારા મુકેશ અંબાણીની રિલાયન્સ તરફથી મળેલા એક ઓર્ડરની માહિતી શેર કરતાની સાથે જ ઉછળ્યો હતો.

ભારતીય શેરબજારમાં નવા વર્ષના પહેલા દિવસે કારોબાર દરમિયાન સ્મોલકેપ માઇનિંગ કંપનીનો શેર રોકેટની જેમ ભાગ્યો અને 10 ટકા જેટલો ઉછળ્યો હતો. આ સ્ટોકમાં આવેલી તેજી પાછળ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની તરફથી મળેલો ઓર્ડર છે. જેના સમાચાર આવતાની સાથે જ શેર ઉડવા લાગ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ કે માઇનિંગ સેક્ટર અંગેની ફર્મ વેસ્ટ પિનેકલ એક્પ્લોરેશન લિમિટેડના શેર. જેણે વર્ષના પહેલા દિવસે જ શેરબજારને હલાવી દીધું હતું.

Advertisement

આ પણ વાંચો : Surat: અમરેલી લેટર કાંડ કેસમાં અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા

Advertisement

સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળા વચ્ચે ભાગ્યો શેર

શેર બજારમાં 1 જાન્યુઆરી 2025 ને બુધવારના દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. સેંસેક્સ શરૂઆતી કારોબારમાં સુસ્ત રફતારથી આગળ વધ્યા બાદ અચાનક ઝડપથી ભાગવા લાગ્યો અને 400 પોઇન્ટ જેટલો ઉછળ્યો હતો. જ્યારે NIFTY પણ સેંસેક્સની સાથે કદમ થી કદમ મિલાવીને વ્યાપાર દરમિયાન સાઉથ વેસ્ટ પિનેકલનો શેર 9.90 ટકા ઉછળીને 165.27 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો.

શેરે પકડી રફતાર તો અહીં પહોંચ્યો Mcap

માઇનિંગ સેક્ટરમાં એન્ડ ટુ એન્ડ ડ્રિલિંગ અને એક્સપ્લોરેશન સેવાઓ આપનારી કંપની સાઉથ વેસ્ટ પિનેકલ એક્સપ્લોરેશન શેર માર્કેટમાં ઓપન થવા દરમિયાન 151.99 રૂપિયાના લેવલ પર ખુલ્યો હતો. જો કે વ્યાપાર દરમિયાન 165.27 રૂપિયાના સ્તર જેટલો ઉછળ્યો હતો. જો કે કંપનીના શેરમાં આવેલો ઉછાળો ધીમો પડ્યો અને અંતમાં તે 156 રૂપિયાના સ્તર પર ક્લોજ થયો હતો.

આ પણ વાંચો : Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી

Tags :
Advertisement

.

×