Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Multibagger Stocks : આ શેર નીકળ્યો સોનાનો ખજાનો, 1 લાખના બનાવી દીધા 10 કરોડ રૂપિયા

આ સ્ટોકે 1 લાખ રૂપિયાના 10 કરોડ બનાવી દીધા (Multibagger Stocks) આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલી છે શેર 21 ઓગસ્ટે 920.60 રૂપિયા પર બંધ થયો Multibagger Stocks : શેર બજાર એક એવી રમત છે જેમાં પૈસાની સાથે તમારી...
multibagger stocks   આ શેર નીકળ્યો સોનાનો ખજાનો  1 લાખના બનાવી દીધા 10 કરોડ રૂપિયા
Advertisement
  • આ સ્ટોકે 1 લાખ રૂપિયાના 10 કરોડ બનાવી દીધા (Multibagger Stocks)
  • આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલી છે
  • શેર 21 ઓગસ્ટે 920.60 રૂપિયા પર બંધ થયો

Multibagger Stocks : શેર બજાર એક એવી રમત છે જેમાં પૈસાની સાથે તમારી સમજદારી અને ભાગ્ય બંનેની ભૂમિકા હોય છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેને પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોકે 1 લાખ રૂપિયાના 10 કરોડ બનાવી દીધા છે. આ મલ્ટીબેગર શેર(Multibagger Stocks)નું નામ છે સૌભાગ્ય મર્કેટાઇલ લિમિટેડ.આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલી છે અને સ્ટીલ તથા રોડ બનાવવાની સાથે-સાથે પથ્થર અને કોલસા જેવા ખનિજ કાઢવાનું કામ કરે છે.

રોકાણકારોને કર્યા માલામાલ (Multibagger Stocks)

સૌભાગ્ય મર્કેટાઇલ શેર 21 ઓગસ્ટે 920.60 રૂપિયા પર બંધ થયો છે. જૂનમાં આ શેર 453 રૂપિયાની આસપાસ હતો એટલે કે માત્ર બે મહિનામાં લગભગ ડબલ થઈ ગયો છે. તો પાછલા વર્ષે તેની કિંમત માત્ર 55 રૂપિયા હતી. આ રીતે એક વર્ષમાં સ્ટોકે 1500 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

Advertisement

આ પણ  વાંચો -Train Baggage Charges: ટ્રેનમાં વધારાનો લગેજ લઈને જશો તો થશે દંડ? રેલવે મંત્રી કરી દીધી સ્પષ્ટતા

Advertisement

એક સમયે પાણી કરતા ઓછો હતો શેરનો ભાવ

આ કંપનીના શેરની શરૂઆત મે 2021મા થઈ હતી અને ત્યારે તેનો ભાવ માત્ર 96 પૈસા હતો. આજે તે 920 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. એટલે કે 98,000% જેટલું રિટર્ન.

આ પણ  વાંચો -GOM Accepts : GOMએ 12% અને 28% GST સ્લેબ દૂર કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

સોનાના ખજાના સમાન છે.

જો કોઈ ઈન્વેસ્ટરે મે 2021મા આ કંપનીના શેરમાં માત્ર 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ વધી લગભગ 9.81 કરોડ રૂપિયા થઈ ગઈ ગોત. એટલે કે આ શેર ઈન્વેસ્ટરો માટે કોઈ સોનાના ખજાના સમાન છે. સૌભાગ્ય મર્કેટાઇલનું માર્કેટ કેપ બીએસઈની વેબસાઇટ પ્રમાણે 773.30 કરોડ રૂપિયા છે. આ કંપની કોલસા અને ખનિજ કાઢવાની સાથે મશીનોને ભાડે આપવાનું કામ પણ કરે છે.

નોંધ : અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Tags :
Advertisement

.

×