Tariff War: ટ્રમ્પના નવા ટેરિફથી જૂતા બનાવતી આ કંપનીને સૌથી મોટો ફટકો!
- ટ્રમ્પના ટેરિફ નાઇકીના શેરમાં મોટો ઘટાડો
- નવી બ્રાન્ડ્સ સામે બજાર હિસ્સો ગુમાવી
- કંપનીને સૌથી મોટો ફટકો પડ્યો
Tariff War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (DONALD Trump)લાદવાના નિર્ણય બાદ નાઇકીના (Nike)શેરમાં 6.4 ટકાનો ઘટાડો થયો હતો. આ એવા સમયે થયું જ્યારે નાઇકી પહેલેથી જ ઓન અને હોકા જેવી નવી બ્રાન્ડ્સ સામે બજાર હિસ્સો ગુમાવી રહી હતી. ટ્રમ્પના નવા ટેરિફથી (Tariff War) જૂતા બનાવતી આ કંપનીને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભારતમાં જ્યારે પણ સારા જૂતાની વાત થાય છે, ત્યારે ચોક્કસપણે નાઇકીના શૂઝનો ઉલ્લેખ થાય છે. આ કંપનીના જૂતા થોડા મોંઘા છે, એટલા માટે તેના શૂઝ મોટાભાગે અમીર લોકોના પગમાં જ જોવા મળે છે.
ટેરિફ નાઇકી માટે સારું નથી
જો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી આ કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે 3 માર્ચે આ કંપનીના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયે નાઇકી માટે કેવી મુશ્કેલી ઊભી કરી છે. "મુક્તિ દિવસ" ના અવસર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિયેતનામથી આયાત થતા સામાન પર 46 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો. આ નિર્ણયને કારણે રમતગમતનો સામાન બનાવતી મોટી કંપનીઓ ખાસ કરીને નાઇકીના શેરમાં ભારે ઘટાડો થયો છે. નાઇકીના 50 ટકા શૂઝ અને તેના 28 ટકા કપડા વિયેતનામમાં બને છે. એ જ રીતે એડિડાસના 39 ટકા શૂઝ પણ ત્યાંથી આવે છે.
આ પણ વાંચો -Tata Capital લાવી રહી છે 15000 કરોડનો IPO, 2.3 કરોડ શેર બહાર પાડશે
શા માટે વિયેતનામ એટલું મહત્વનું છે?
વાસ્તવમાં, વિયેતનામમાં ઓછી મજૂરી કિંમત, કુશળ કાર્યબળ અને બહેતર પરિવહન માળખાને કારણે, મોટી બ્રાન્ડ્સ ત્યાં ઉત્પાદન કરે છે. પરંતુ અમેરિકા સાથે વિયેતનામના 123.5 બિલિયન ડોલરના વેપાર સરપ્લસને કારણે ટ્રમ્પે તેને નિશાન બનાવ્યું હતું. ટ્રમ્પના આ નિર્ણય બાદ નાઇકીના શેરમાં 6.4 ટકાનો ઘટાડો થયો હતો. આ એવા સમયે થયું જ્યારે નાઇકી પહેલેથી જ ઓન અને હોકા જેવી નવી બ્રાન્ડ્સ સામે બજારહિસ્સો ગુમાવી રહી હતી. કંપનીના CFO મેટ ફ્રેન્ડે ગયા મહિને ચેતવણી આપી હતી કે આગામી ક્વાર્ટરમાં આવકમાં વધુ ઘટાડો થશે. માર્ચમાં નાઇકીના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો -ક્રૂડ ઓઇલ તો સસ્તુ થયું! શું હવે સસ્તુ થશે પેટ્રોલ?
ચીન અને કંબોડિયા પર પણ અસર
માત્ર વિયેતનામ જ નહીં, ચીન (34 ટકા ટેરિફ) અને કંબોડિયા (49 ટકા ટેરિફ)થી આયાત પર પણ ભારે ડ્યુટી લાદવામાં આવી છે. હોંગકોંગમાં નાઇકીના સપ્લાયર શેનઝોઉ ઇન્ટરનેશનલના શેરમાં 18 ટકાનો ઘટાડો થયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હે ટ્રમ્પ સાથે ગોલ્ફ રમવાની ઓફર પણ કરી હતી. જેથી વેપાર વિવાદનો ઉકેલ લાવી શકાય. તેણે અમેરિકન આયાત પરના ટેક્સમાં ઘટાડો કર્યો અને સ્ટારલિંક સેવાઓને પણ મંજૂરી આપી. પરંતુ ટ્રમ્પે આ પ્રયાસોની અવગણના કરી.


