ITR Deadline Extended: ઇન્કમ ટેક્સ ભરનારાઓને મળી મોટી રાહત!
- ITR ઓડિટ રિપોર્ટ જમા કરવાની છેલ્લી તારીખ લંબાઈ! (ITR Deadline Extended)
- ITR ઓડિટ રિપોર્ટની ડેડલાઇન 10 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ
- CBDT એ ટેકનિકલ સમસ્યાઓ બાદ કરદાતાઓને રાહત આપી
- 31 ઓક્ટોબરની જૂની તારીખને બદલે હવે 10 ડિસેમ્બર નવી સમયમર્યાદા
- ઓડિટ ફરજિયાત હોય તેવા ટેક્સપેયર્સ હવે દંડ વિના રિટર્ન ભરી શકશે
ITR Deadline Extended : ઇન્કમ ટેક્સ ભરનારાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જે લોકો અત્યાર સુધી પોતાનો ટેક્સ ભરી શક્યા નથી, તેમને આવકવેરા વિભાગે ફરીથી રિટર્ન ફાઇલ કરવાની તક આપી છે. એટલે કે, ઇન્કમ ટેક્સ વિભાગે એવા લોકો કે જેઓ ઓડિટ કેસમાં ફસાયેલા હતા અથવા ડેડલાઇનને લઈને ચિંતિત હતા, તેમને રાહત આપતા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા (ડેડલાઇન) લંબાવી દીધી છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવાર, 29 ઓક્ટોબર, 2025 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)ની ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 10 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થાય છે કે જે કરદાતાઓ માટે ઓડિટ ફરજિયાત છે, તેઓ હવે કોઈ પણ દંડ વગર પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે છે.
CBDT નો મહત્વનો નિર્ણય – Income Tax Deadline Extension
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે X પર જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 31 ઓક્ટોબરની જૂની તારીખને વધારીને 10 ડિસેમ્બર કરવાનો નિર્ણય લીધો છે. વિભાગે જણાવ્યું છે કે એસેસમેન્ટ યર 2025-26 માટે જે કરદાતાઓને સેક્શન 139(1) હેઠળ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે (જેમની ડ્યુ ડેટ પહેલા 31 ઓક્ટોબર, 2025 હતી), તેમના માટે હવે ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની આ તારીખ લંબાવીને 10 ડિસેમ્બર, 2025 કરી દેવામાં આવી છે.
The Central Board of Direct Taxes (CBDT) has decided to extend the due date of furnishing of Return of Income under sub-Section (1) of Section 139 of the Act for the Assessment Year 2025-26, which is 31st October 2025 in the case of assessees referred in clause (a) of Explanation… pic.twitter.com/w7Hl94Y9Ns
— Income Tax India (@IncomeTaxIndia) October 29, 2025
અગાઉ પણ વધારાઈ હતી સમયમર્યાદા – Tax Audit Report Due Date
આ પહેલા પણ ઘણી વખત ડેડલાઇન લંબાવવામાં આવી છે. પહેલા ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની નિર્ધારિત તારીખ 30 સપ્ટેમ્બર, 2025 હતી, પરંતુ લોકો દ્વારા ટેકનિકલ ખામીઓની ફરિયાદ કરવામાં આવ્યા બાદ ટેક્સ પ્રોફેશનલ્સ અને CA સંસ્થાઓની માંગ પર તેને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. જોકે, આ સમસ્યાઓ ઠીક ન થવાને કારણે માંગ વધતી ગઈ અને આ સમયમર્યાદાને પહેલા વધારીને 10 નવેમ્બર, 2025 અને હવે 10 ડિસેમ્બર, 2025 કરી દેવામાં આવી છે.
સમયસર ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા ન કરવા પર શું થશે? – Penalty for Late ITR Filing
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, જો કોઈ કંપની કે કરદાતા સમયમર્યાદાની અંદર ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા નહીં કરે, તો તેના પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 271B હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને દંડ લાગી શકે છે.
કોને ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે? – Who Needs Tax Audit in India
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ, જો કોઈ કંપનીનું બિઝનેસ ટર્નઓવર એક નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ અને 10 કરોડ રૂપિયા સુધી હોય, જ્યારે રોકડ વ્યવહારો કુલ વ્યવહારોના 5% થી ઓછા હોય, તો તેને ઇન્કમ ટેક્સ ઓડિટ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિગત કરદાતા એટલે કે પ્રોફેશનલ્સ (નોકરિયાત, કંપનીનો માલિક, CEO અથવા અન્ય)ની વાર્ષિક આવક 50 લાખથી વધુ હોય, તો તેમને પણ ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે.
આ પણ વાંચો : ચાઇના પર લાદેલા ટેરિફમાં 10 ટકાની રાહત, ટ્રમ્પે કરી મોટી જાહેરાત


