Ahmedabad Hit and Run : ઝાંસી BRTS પાસે 'હિટ એન્ડ રન' કેસના આરોપીનો કોર્ટ પરિસરમાં જ ટપલીદાવ!
- ઝાંસીની રાણી BRTS પાસે હિટ એન્ડ રનની ઘટનાનો મામલો (Ahmedabad Hit and Run)
- આરોપી રોહન સોનીને કોર્ટ પરિસરમાં લોકોએ માર માર્યો
- પોલીસની હાજરીમાં આરોપી પર સ્થાનિકોએ ટપલીદાવ કર્યો!
- પોલીસ આરોપીને ઝપાઝપીથી બચાવી કોર્ટમાં રજૂ કર્યો
Ahmedabad Hit and Run : અમદાવાદનાં ઝાંસી કી રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં આરોપી કારચાલક યુવક રોહન સોનીને (Rohan Soni) આજે કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટની બહાર પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી યુવકનો ત્યાં હાજર લોકોએ ટપલીદાવ કર્યો હતો. ગોઝારો અકસ્માત સર્જીને બે લોકોના મોત નીપજાવનાર સામે જનાક્રોશ જોવા મળ્યો હતો. મેટ્રો પોલિટિન કોર્ટે (Metropolitan Court) આરોપીનાં 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી, બચાવ પક્ષની દલીલ
બ્રેઝા કારચાલકે એક્ટિવા સવાર બે યુવકને ટક્કર મારી, બંનેનાં મોત
અમદાવાદનાં નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડી રાતે ગંભીર અકસ્માત (Ahmedabad Hit and Run) સર્જાયો હતો. બેફામ આવતા બ્રેઝા કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા બે યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના બે યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક રોહન સોની ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થયો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરી આરોપી કારચાલક રોહન સોનીની ધરપકડ કરી હતી અને આજે રિમાન્ડ માટે મેટ્રો પોલિટિન કોર્ટમાં હાજર કર્યો હતો.
અમદાવાદ ઝાંસીની રાણી BRTS પાસે હિટ એન્ડ રનની ઘટનાનો મામલો
આરોપી રોહન સોનીને કોર્ટ પરિસરમાં મરાયો માર
પોલીસની હાજરીમાં આરોપી પર કર્યો સ્થાનિકોએ ટપલીદાવ#Gujarat #Ahmedabad #BRTS #HitAndRun #Accident #RohanSoni #Police #Crime #GujaratFirst pic.twitter.com/sOEc8a3Dfo— Gujarat First (@GujaratFirst) August 12, 2025
આ પણ વાંચો - Surat : સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક હચમચાવતી ઘટના, 27 વર્ષીય માતાનું મોત
કોર્ટ પરિસરમાં જ લોકોએ રોહન પર કર્યો ટપલીદાવ!
પોલીસ કસ્ટડીમાં આરોપી રોહન સોનીને કોર્ટ લવાયો હતો. જો કે, કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું હતું. પોલીસવાનમાંથી જ્યારે આરોપી રોહનને પોલીસ કોર્ટમાં લઈ જઈ રહી હતી. ત્યારે રોષે ભરાયેલા કેટલાક લોકોએ આરોપી રોહન પર ટપલીદાવ કર્યો હતો. લોકોએ આરોપીને કોર્ટ પરિસરમાં જ માર માર્યો હતો. જો કે, પોલીસ આરોપી રોહનને લોકોનાં આક્રોશથી બચાવીને ઝડપથી કોર્ટમાં લઈ ગઈ હતી. પોલીસે આરોપીની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, મેટ્રો પોલિટિન કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો - Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!


