Ahmedabad: શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સ મળશે! નશાના કારોબારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
- ડ્રગ્સ ક્યાંથી લાવવું અને કેવી રીતે પહોંચાડવું એ મારી પર છોડી દો: નશાનો કારોબારી
- તમે ખાલી પેમેન્ટ કરી દો...બાકી ડ્રગ્સ કહેશો એ જગ્યાએ પહોંચાડી દઈશું.
- અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ!
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું હતું. તે વાત ક્રાઈમ બ્રાંચના કાન સુધી પહોંચી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારા બે શખ્સોને દબોચી લીધા છે. તેમાં શહેરના રાણીપ અને રાયખડ વિસ્તારમાં રહેતા બે શખ્સો ડ્રગ્સ વેચી રહ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સ વેચતા હતા. આ વાતની બાતમી SOG ક્રાઈમને મળતા રેડ કરી હતી.
સોયબ સૈયદ નામના શખ્સને 18 લાખ 19 હજારની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધો
રાણીપમાંથી સોયબ સૈયદ નામના શખ્સને 18 લાખ 19 હજારની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. રાયખડ વિસ્તારમાંથી અમિતપાલસિંગ મક્કર નામના શખ્સને ઝડપ્યો હતો. તેની પાસેથી 2.70 લાખની કિંમતનો 27 ગ્રામ 80 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે. પોલીસના કહેવા મુજબ, ડ્રગ્સનો વેપલો ફોન પર ચાલતો હતો. બન્ને આરોપીઓ એકબીજાના સંપર્કમાં નહોતા. પરંતુ, ડ્રગ્સની લે-વેચ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ સરખી જ હતી. જેમાં રાણીપમાંથી પકડાયેલો શોએબ સૈયદ મહેસાણાનો રહેવાસી છે.
શોએબ ડ્રગ્સની પડિકી વેચતો હતો
શોએબ ડ્રગ્સની પડિકી વેચતો હતો. ડ્રગ્સ કેટલું અને ક્યાં પહોંચાડવાનું છે તેની ફોન પર પર વાતચીત થઈ જતી હતી. શોએબને ડ્રગ્સ પહોંચાડનાર શખ્સ કોણ હતો તેની શોધખોળ પોલીસ કરી રહી છે. તો, અમિતપાલસિંગ મક્કર વસ્ત્રાપુરમાં રહે છે. અમિતપાલસિંગને કડીનો તરુણ રાવલ ડ્રગ્સ આપતો હતો. તે ડ્રગ્સની પડિકી અમિત વેચતો હતો. ડ્રગ્સ ખરીદનારા લોકો તેનો સંપર્ક પણ ફોનથી જ કરતા હતા.
બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકો બિન્દાસ્ત ડ્રગ્સનું વેચાણ કરતા
શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકો બિન્દાસ્ત ડ્રગ્સનું વેચાણ કરતા હતા. સૌથી મહત્વની વાત આ કામ એટલી સિફસ્તપૂર્વક કરવામાં આવતું કે, અત્યારસુધી પોલીસને તેની ગંધ સુદ્ધા આવી નહોતી. ત્યારે, આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ વેચતા હતા, કયા-કયા વિસ્તારમાં રહેતા કેટલા લોકો બન્ને આરોપીઓ પાસેથી ડ્રગ્સ કેટલામાં ખરીદતા હતા તે તમામ બાબતોની જાણકારી આરોપીઓની વધુ પૂછપરછમાં બહાર આવશે.
આ પણ વાંચો: Surat જિલ્લાનું ધજ ગામ, ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ


