Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ફરી એકવાર એરપોર્ટ પરથી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો, 3 ઝબ્બે

બેંગકોકથી (Bangkok) આવેલા 3 ભારતીયનાં બેગમાં આ ગાંજોનો જથ્થો મળી આવ્યો છે.
ahmedabad   ફરી એકવાર એરપોર્ટ પરથી ઝડપાયો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો  3 ઝબ્બે
Advertisement
  1. Ahmedabad એરપોર્ટ પરથી વધુ એકવાર કરોડોનો ગાંજો ઝડપાયો
  2. એરપોર્ટ પર DRI અને કસ્ટમનું સંયુક્ત ઓપરેશન
  3. 39.24 કિલો ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપ્યો
  4. 39 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો
  5. બેંગકોકથી આવેલા 3 ભારતીયનાં બેગમાં મળ્યો ગાંજો

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ફરી એકવાર કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો છે. એરપોર્ટ પર DRI અને કસ્ટમનાં સંયુક્ત ઓપરેશન હેઠળ 39.24 કિલો ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Cannabis) ઝડપ્યો છે. આ હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત અંદાજે 39 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. બેંગકોકથી (Bangkok) આવેલા 3 ભારતીયનાં બેગમાં ખાદ્ય પદાર્થોના વિવિધ પેકેટમાં છુપાવેલો આ ગાંજોનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : DRI ની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી 37.20 કરોડનો ગાંજો ઝડપ્યો

Advertisement

બેંગકોકથી આવેલા 3 ભારતીયનાં બેગમાં મળ્યો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ફરી એકવાર કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાયો છે. DRI અને કસ્ટમની (Customs) ટીમ દ્વારા એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાતમીનાં આધારે બેંગકોકથી આવેલા 3 ભારતીયોને રોકી તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન, તેમની બેગમાંથી 39.24 કિલો ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાના જથ્થાની કિંમત અંદાજે રૂ. 38 કરોડ જેટલી થાય છે. ત્રણેય ભારતીયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Jhagadia Case : ભરુચમાં 9 વર્ષીય માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં નરાધમને 72 દિવસમાં ફાંસીની સજા

બે દિવસ પહેલા પણ 37.2 કરોડનો ગાંજા સાથે 4 ઝડપાયા હતા

જણાવી દઈએ કે આ પહેલા પણ 30 એપ્રિલનાં રોજ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી હતી અને 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Cannabis) જપ્ત કર્યો હતો. આ જથ્થાની કિંમત આશરે રૂ. 37.2 કરોડ જેટલી હતી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની 6 ટ્રોલી બેગનાં નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓને રિટ્ઝ અને ચીઝલ્સ જેવી બ્રાન્ડેડ ખાદ્ય ચીજોમાં હોશિયારીથી છુપાવવામાં આવેલા લીલા, ગઠ્ઠા જેવા પદાર્થનાં પેકેટો મળી આવ્યા હતા. રાસાયણિક વિશ્લેષણમાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો - Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×