Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: સાયન્સ સિટી રોડ પર આસામાજિક તત્વોનો આતંક, ઓફિસમાં ઘૂસીને બિલ્ડર પર જીવલેણ હુમલો

Ahmedabad ના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો
ahmedabad  સાયન્સ સિટી રોડ પર આસામાજિક તત્વોનો આતંક  ઓફિસમાં ઘૂસીને બિલ્ડર પર જીવલેણ હુમલો
Advertisement
  • Ahmedabad: સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ
  • અસામાજિક તત્વોએ ફોર્ચ્યુન હબમાં આવેલી ઓફિસમાં કરી મારામારી
  • ઓફિસમાં આવી ચાર લોકો પર કરાયો જીવલેણ હુમલો

Ahmedabad: અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. જેમાં અસામાજિક તત્વોએ ફોર્ચ્યુન હબમાં આવેલી ઓફિસમાં મારામારી કરી છે. ઓફિસમાં આવી ચાર લોકો પર જીવલેણ હુમલો કરાયો છે. જેમાં બોડકદેવ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો.

ઈજાગ્રસ્તોને સોલા સિવિલ સારવાર અર્થે ખસેડાયા

ઈજાગ્રસ્તોને સોલા સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે. તથા સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે જીવલેણ હુમલો કરાયા છતાં પોલીસ ફરિયાદ ન લેતા સવાલો ઉઠ્યા છે. જેમાં અસામાજિક તત્વોને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ કરાયા છે. જેમાં વ્રજ જ્વેલર્સની ઓફિસમાં વિક્રમ રબારી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે 7 થી 8 જેટલા શખ્સો એક સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું અને સાથે સાથે જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની પણ માગણી કરી હતી.

Advertisement

Advertisement

Ahmedabad: આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાથી ઓફિસમાં હાજર અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતા આખરે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખીને તેમને પકડવા માટેના પ્રયાસો કરી રહી છે. આ ઘટનાથી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકન કંપનીઓ સામસામે, Elon Musk એ Apple ને કોર્ટ કેસની આપી ધમકી

Tags :
Advertisement

.

×