Amit Khunt Case : અતાઉલ્લા મણિયારને આ આકરી શરતો સાથે જામીન મંજૂર
- Amit Khunt Case માં આરોપી અતાઉલ્લા મણિયારના જામીન મંજૂર
- આકરી શરતો સાથે ગોંડલ સેશન્સ કોર્ટે આપ્યા જામીન
- પાસપોર્ટ જમા કરાવવા સેશન્સ કોર્ટેનો હુકમ
- દર પંદર દિવસે પોલીસ મથકમાં હાજરી પુરાવવા સહિતની શરતો મૂકી
Rajkot : ગોંડલ તાલુકાના (Gondal) રીબડાનો બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) મોટા સમાચાર આવ્યા છે. આરોપી અતાઉલ્લા મણિયારના (Ataullah Maniar) જામીન મંજૂર થયા છે. ગોંડલ સેશન્સ કોર્ટે અમુક શરતો સાથે આ જામીન આપ્યા છે. અગાઉ ગોંડલ કોર્ટમાં (Gondal Court) આરોપી અતાઉલ્લા મણિયારે પોલીસ પર ગેરકાયદેસર કસ્ટડી અને શારિરીક અને માનસિક ટોર્ચર આપ્યાનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. સાથે જ બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) વિરોધી નિવેદન લેવાયું હોવાનું પણ કહ્યું હતું.
આ પણ વાંચો - Amit Khunt Case માં સામેલ ટોળકીના મુખ્ય સૂત્રધાર રાજદીપ રીબડા સહિત બે આરોપી હજુ પણ ફરાર
Amit Khunt Case માં અતાઉલ્લા મણિયારને આકરી શરતો સાથે જામીન મળ્યા
રાજકોટનાં રીબડાનો બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) આરોપી અતાઉલ્લા મણિયારને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. અમુક શરતો સાથે કોર્ટે આ જામીન આપ્યા છે. માહિતી અનુસાર, અતાઉલ્લા મણિયારને પોતાનું પાસપોર્ટ જમા કરાવવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ દર પંદર દિવસે પોલીસ મથકમાં હાજરી પુરાવવા સહિતની શરતો પણ મૂકાઈ છે. આરોપી અતાઉલ્લા મણિયાર અનિરુદ્ધસિંહ જાડેજા સાથે જુનાગઢ જેલ (Junagadh Jail) હવાલે કરાયો હતો. જો કે, હવે તેને જામીન મળી જતા રાહત થઈ છે.
આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં આરોપીનો 'યુટર્ન', પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
અગાઉ આરોપીએ પોલીસ સામે આપેલું નિવેદન કોર્ટમાં ફેરવી તોળ્યું હતું
જણાવી દઈએ કે, અગાઉ આરોપીએ પોલીસ સામે આપેલું પોતાનું નિવેદન કોર્ટમાં ફેરવી તોળ્યું હતું. ગોંડલ કોર્ટમાં (Gondal Court) આરોપી અતાઉલ્લા મણિયારે પોલીસ પર ગેરકાયદેસર કસ્ટડી અને શારિરીક અને માનસિક ટોર્ચર આપ્યાનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપીએ પોતાનું અગાઉનું નિવેદન ફેરવીને કોર્ટમાં જણાવ્યું હતું કે, તેને બળજબરીથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના (Rajdeepsinh Jadeja) નામ આપવા દબાણ કરાયું હતું. આ નિવેદનથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે કોર્ટે આરોપીને વધુ તપાસ માટે પોલીસ હવાલે કર્યો હતો.
આ પણ વાંચો - Surat : બે અલગ-અલગ ઘટનામાં કુલ 3 નાં મોત, મિલમાં કામદારો વચ્ચે બબાલ, આધેડનું મોત


