Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો, ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો!

રાજદીપસિંહ જાડેજા દ્વારા ધરપકડની સંભાવના વિરુદ્ધ કોર્ટમાં આગોતરા જામીન આપવા માટે અરજી કરવામાં આવી હતી.
amit khunt case   રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો  ગોંડલ કૉર્ટથી મોટો ઝટકો
Advertisement
  1. ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસમાં મહત્ત્વના સમાચાર (Amit Khunt Case)
  2. રીબડાના રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટથી મોટો ઝટકો
  3. રાજદીપસિંહની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
  4. આગામી દિવસોમાં રાજદીપસિંહની વધી શકે છે મુશ્કેલી!

Amit Khunt Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાનાં બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રીબડાના રાજદીપસિંહ જાડેજાની (Rajdeepsinh Jadeja) મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગોંડલ કોર્ટે (Gondal Court) રાજદીપસિંહ જાડેજાની જામીન અરજીને ફગાવી દીધી છે. રાજદીપસિંહ જાડેજા દ્વારા ધરપકડની સંભાવના વિરુદ્ધ કોર્ટમાં આગોતરા જામીન આપવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે, હવે આગામી દિવસોમાં રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધુ વધી શકે તેમ છે.

આ પણ વાંચો- Amit Khunt Case : અમિત ખૂંટ કેસમાં પીડિતાની વકીલનો Video સંદેશ, ચોંકાવનારો ખુલાસો કર્યો!

Advertisement

રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં (Gondal) આવેલા રીબડા ગામ ખાતેની એક વાડીમાં થોડા મહિના પહેલા અમિત ખૂંટ નામનાં યુવકની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. જો કે, આ કેસમાં (Amit Khunt Case) રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. રીબડાનાં રાજદીપસિંહ જાડેજાએ (Rajdeepsinh Jadeja) ધરપકડની સંભાવના વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, ગોંડલ કોર્ટ દ્વારા રાજદીપસિંહની અરજીને નામંજૂર કરવામાં આવી છે. આથી, હવે આગામી સમયમાં રાજદીપસિંહની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની સંભાવના છે. જો કે, રાજદીપસિંહ રીબડા ઉપલી કૉર્ટમાં અરજી કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો- Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત

અગાઉ ફરિયાદ રદ કરવાની અરજી HC એ ફગાવી હતી

જણાવી દઈએ કે, આ પહેલા રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે રાજદીપસિંહને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે (Gujarat High Court) ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહે અરજી પાછી ખેંચી હોવાની માહિતી પણ સામે આવી હતી.

આ પણ વાંચો- Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!

Tags :
Advertisement

.

×