Bharuch : 14 અને 15 વર્ષનાં 2 કિશોરોએ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યુ, અશ્લીલ વીડિયો પણ બનાવ્યા!
- Bharuch માં 2 સગીર કિશોરોએ સગીરા સાથે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો બનાવ્યા
- મામાનાં લગ્નમાં આવેલી સગીરા સાથે પાડોશી બે સગીર કિશોરોએ ગંભીર પ્રકારનું કૃત્ય કરી વીડિયો બનાવ્યાં
- મિત્રોને વીડિયો શેર કરતા ભાંડો ફૂટ્યો, ભરૂચ પોલીસે બંનેની અટકાયત કરી
સોશિયલ મીડિયાનાં જમાનામાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સાઓ સામે આવ્યો છે. ભરૂચની એક સોસાયટીમાં મામાનાં ઘરે લગ્નમાં આવેલી સગીરા સાથે પાડોશી 2 સગીર કિશોરોએ દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારનાં વીડિયો બનાવી વાઇરલ કર્યા હતા, જે ભોગ બનનારનાં પરિવારજનો સુધી પહોંચતા આ મામલે ફરિયાદ થઈ હતી. પોલીસે બે સગીર કિશોર સામે બળાત્કાર, પોક્સો એટ્રોસિટી અને સાઇબર ગુનો દાખલ કરી અટકાયત કરી છે.
14-15 વર્ષીય સગીર કિશોરોએ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો
ભરૂચમાં ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 14-15 વર્ષનાં સગીર કિશોરોએ મોબાઈલનો દુરુપયોગ કર્યો હોય તેવી ઘટના બની છે. લિંક રોડ પરની એક સોસાયટીમાં રહેતા મામાનાં લગ્નમાં પીડિત સગીરા આવી હતી. દરમિયાન, પાડોશી બે સગીર કિશોરોએ એકલતાનો લાભ લઈ 17 વર્ષની સગીરાનનાં ઘરે પાણી પીવાનાં બહાને જઈ પ્રથમ વખત 15 વર્ષનાં કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ 14 વર્ષનાં સગીર કિશોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો બનાવ્યો હતો.
આ પણ વાંચો - Bharuch : લ્યો બોલો... આ દારૂડિયાએ તો ભારે કરી! સિનેમાઘરનો પડદો જ ફાડી નાંખ્યો!
થોડા દિવસ બાદ ફરી સગીરા સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરી વીડિયો બનાવ્યો
15 વર્ષનાં સગીરે પુનઃ 4 ફેબ્રુઆરીનાં રોજ તે જ સગીરા નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી દરમિયાન રસ્તામાં રોકી મકાનની બાજુમાં જ નવું મકાનનું બાંધકામ થતું હતું ત્યાં કોઈ ન હોય તેવી જગ્યાએ લઈ જઈ સગીર કિશોરે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું અને તેનો વીડિયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી સગીરા ડરી ગઈ હોવાનાં કારણે પોતાના પરિવારને વાત કરવાનું ટાળ્યું હતું. જો કે, સગીરો દ્વારા બનાવેલા વીડિયો પોતાનાં અન્ય મિત્રોને શેર કરી વાઇરલ કર્યા હતા જે પીડિતાનાં પરિવારજનો સુધી પહોંચી ગયા હતા. ત્યાર બાદ પીડિત સગીરાને પરિવારજનોએ પૂછતા સમસ્ત આપવીતી વર્ણવી હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનાની ગંભીરતા સમજી ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બંને સગીર કિશોરની અટકાયત કરી બળાત્કાર પોકસો એટ્રોસિટી અને સાઇબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Hospital Scam : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ધર્મિષ્ઠા ગજ્જરની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
બળાત્કાર પોકસો એટ્રોસિટી અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ
ભરૂચ એ ડિવિઝન પોલીસે ભોગ બનનારનાં પિતાની ફરિયાદ લઈ પોલીસે બંને સગીર કિશોર સામે બળાત્કાર પોક્સો એટ્રોસિટી અને સાઇબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા અને વીડિયોમાં દેખાતા બંને સગીર કિશોરની અટકાયત કરવાની કવાયત કરવા સાથે સગીરાનું પણ મેડિકલ પરિક્ષણ કરાવવાની કામગીરી હાથ ધરી હતી.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Dwarka : રાજકોટ બાદ હવે ખંભાળિયાની હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થતાં હડકંપ!


