Bhavnagar : ઘર પાસે દારૂ પીવાની ના પાડતા ઇસમોએ મકાન પર પથ્થરમારો કર્યો, વાહનમાં તોડફોડ કરી
- ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વોના આતંકની ઘટના બની (Bhavnagar)
- કલચરિયા પરા વિસ્તારમાં રહેણાક મકાનમાં પથ્થરમારો કર્યો
- ઘર પાસે દારૂ પીવાની ના પડતા અસામાજિક તત્વો એ તોડફોડ કરી
- ઘરમાં પથ્થર ફેંક્યા, ઘર બહાર પાર્ક સ્કૂટરમાં પણ તોડફોડ કરી
- તોડફોડની ઘટના CCTV માં કેદ, પોલીસની કામગીરી સામે રોષ
Bhavnagar : ભાવનગરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. કાયદા અને પોલીસનો કોઈ ભય ન હોય તેમ લુખ્ખા તત્વોએ એક ઘરને નિશાન બનાવ્યું અને પથ્થરમારો કર્યો. ઘરની બહાર પાર્ક કરેલ સ્કૂટરમાં પણ તોડફોડ કરી હતી. ઘરની પાસે દારૂ પીવાની ના પાડતા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આરોપ છે કે આ મામલે ફરિયાદ નોંધાવ્યા છતાં પોલીસ (Bhavnagar Police) દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો - VADODARA : દુર્ઘટના મામલે મોટું નિવેદન, 'દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાશે' - સી.આર. પાટીલ
કલચરિયા પરા વિસ્તારમાં રહેણાક મકાન પર પથ્થરમારો, વાહનમાં તોડફોડ કરી
ભાવનગરમાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરતી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરમાં (Bhavnagar) કલચરિયા પરા વિસ્તારમાં આવેલા રહેણાક મકાન પાસે કેટલાક અસામાજિક તત્વો દારૂ પીતા હોવાથી મકાન માલિકે અહીં દારૂ પીવાની ના પાડી હતી. આથી, ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વો વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને મકાન પર પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો - ઉઘરાણીના મામલે Ahmedabad માં ફાયરિંગ, રાહદારી સહિત બેને ગોળી વાગી
ઘર પાસે દારૂ પીવાની ના પાડતા લુખ્ખા તત્વોએ હુમલો કર્યો
આટલું જ નહીં, લુખ્ખા તત્વો મકાનની બહાર પાર્ક કરેલ સ્કૂટરમાં પણ તોડફોડ કરી હતી અને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરમાં કેદ થઈ હતી. આરોપ છે કે આ સમગ્ર ઘટના અંગે 9 જુલાઈનાં રોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. પરંતુ, તેમ છતાં હજી સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો - વલસાડ નેશનલ હાઈવે પર ખાડાઓને લઈને કલેક્ટરનો કડક નિર્ણય, માનવ વધનો ગુનો..!


