Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી, બચાવ પક્ષની દલીલ

બચાવ પક્ષે કહ્યું કે, છેલ્લા 8 માસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે. સમગ્ર કેસમાં ધરપકડ થઈ ત્યાં સુધી અમે ડિફોલ્ટ થયા નથી.
bz group scam   ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી  બચાવ પક્ષની દલીલ
Advertisement
  1. BZ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી (BZ Group Scam)
  2. બચાવ પક્ષ તરફથી એડવોકેટ વિરલ પંચાલે કોર્ટ સમક્ષ દલીલો કરી
  3. 'છેલ્લા 8 માસથી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે'
  4. સમગ્ર કેસમાં ધરપકડ થઈ ત્યાં સુધી અમે ડિફોલ્ટ નથી થયા : બચાવ પક્ષ

BZ Group Scam : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી મસમોટું હજારો કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવાનાં આરોપ હેઠળ BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) ને લઈ મોટા સમાચાર આવ્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. બચાવ પક્ષ તરફથી વકીલ વિરલ પંચાલે (Advocate Viral Panchal) કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 8 માસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે. સમગ્ર કેસમાં ધરપકડ થઈ ત્યાં સુધી અમે ડિફોલ્ટ થયા નથી. જેલમાંથી બહાર આવશે તો તમામ નાણા ચૂકવશે તેવી પણ કોર્ટ સમક્ષ ખાતરી અપાઈ છે.

આ પણ વાંચો - Surat : સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક હચમચાવતી ઘટના, 27 વર્ષીય માતાનું મોત

Advertisement

બચાવ પક્ષ તરફથી એડવોકેટ વિરલ પંચાલે કોર્ટ સમક્ષ દલીલો કરી

રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (BZ Group's Ponzi scheme) રોકાણ કરાવી હજારો કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર આરોપી અને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) નિયમિત જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ વિરલ પંચાલે દલીલ કરતા કહ્યું કે, છેલ્લા 8 માસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે. સમગ્ર કેસમાં ધરપકડ થઈ ત્યાં સુધી અમે ડિફોલ્ટ થયા નથી. આ સાથે જેલમાંથી આરોપી બહાર આવશે તો તમામ નાણા ચૂકવશે તેવી કોર્ટ સમક્ષ ખાતરી પણ અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!

10 દિવસમાં 5 કરોડ રૂપિયા જમા કરવાની બાંહેધરી પણ આપી!

બચાવ પક્ષના વકીલે GPID કોર્ટમાં 10 દિવસમાં 5 કરોડ રૂપિયા જમા કરવાની બાંહેધરી પણ આપી છે. જો કે, સરકારે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટ સમક્ષ કહ્યું કે, અગાઉ GPID કોર્ટમાં પણ આરોપી આ પ્રકારની વાત કરી ચૂક્યા છે. બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે આગામી સુનાવણી 21 ઓગસ્ટે હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - અભિનેતા Manoj Joshi એ મહારાષ્ટ્ર ભાષા વિવાદમાં આપ્યું મોટું નિવેદન, 'સંવિધાન કોઇપણ ભાષાથી નફરત કરતા શીખવાડતું નથી'

Tags :
Advertisement

.

×