Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ગઈકાલે ઇન્દિરા કોલોનીમાં થયેલ 42 વર્ષીય મિલન પરમારની હત્યાનો ભેદ ઉકેલાયો

આ હત્યા કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. છ માસ પૂર્વે મૃતક મિલન પરમારના પત્ની સાથે છૂટાછેડા થયા હતા.
jamnagar   ગઈકાલે ઇન્દિરા કોલોનીમાં થયેલ 42 વર્ષીય મિલન પરમારની હત્યાનો ભેદ ઉકેલાયો
Advertisement
  1. Jamnagar નાં નવાગામ ઘેડ વિસ્તારની ઇન્દિરા કોલોનીમાં થયેલ હત્યાનો મામલો
  2. પૂર્વ પત્નીનાં મિત્રે પોતાનાં અન્ય મિત્ર સાથે મળી 42 વર્ષીય મિલન પરમારની હત્યા કરી હોવાનું ખુલ્યું
  3. 42 વર્ષીય મિલન પરમારના પત્ની સાથે 6 મહિના પહેલા જ થયા હતા છૂટાછેડા
  4. છૂટાછેડા થયા બાદ પત્ની દક્ષા આરોપી પુરુષ મિત્ર સાથે રહેતી હતી

Jamnagar : નવાગામે ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા કોલોનીમાં ગઈકાલે 42 વર્ષીય મિલન પરમારની હત્યા (Milan Parmar Case) કરવામાં આવી હતી. આ હત્યા કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. છ માસ પૂર્વે મૃતક મિલન પરમારના પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ પત્ની આરોપી પુરૂષ મિત્ર સાથે રહેતી હતી. દરમિયાન, મિલન પરમારે પત્નીને ફોન કરતા આરોપી પુરૂષ તેના મિત્ર સાથે મિલન પરમારના ઘરે પહોંચ્યો હતો અને જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરાઈ

Advertisement

ગઈકાલે ઇન્દિરા કોલોનીમાં 42 વર્ષીય મિલન પરમારની હત્યા થઈ

પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરનાં (Jamnagar) નવાગામે આવેલ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા કોલોનીમાં 42 વર્ષીય મિલન પરમારની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ અનુસાર, 6 મહિના પહેલા જ મિલન પરમારના પત્ની દક્ષા સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ પત્ની દક્ષા મિત્ર અને આરોપી મયુર ગોહિલ સાથે રહેતી હતી. દરમિયાન, મૃતક મિલન પરમારે પૂર્વ પત્નીને કોલ કરતા મામલો વણસ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત

મિલન પરમારે પૂર્વ પત્નીને કોલ કરતા મામલો વણસ્યો

તપાસ મુજબ, મિલન પરમારે પૂર્વ પત્ની દક્ષાને કોલ કર્યા અંગે મયુર ગોહિલને જાણ થતાં તે તેનાં મિત્ર સંજય શિયાર સાથે મિલન પરમારનાં ઘરે પહોંચ્યો હતો અને ત્યાં બોલાચાલી કરી મારામારી કરી હતી. દરમિયાન, પૂર્વ પત્નીનાં મિત્ર મયુર ગોહિલ અને સંજય શિયારે મિલન પરમાર પર ઘાતકી હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ

Tags :
Advertisement

.

×