Junagadh : કોરોનામાં નુકસાન થતાં કારનો શોરૂમ ધરાવતો પૂર્વ સરકારી શિક્ષક બન્યો ઠગબાજ! લાખોની કરી ઠગાઈ
- Junagadh માં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનાં નામે છેતરપિંડી
- કાર ખરીદનાર અને વેચનાર બન્ને સાથે 70 થી 72 લાખની છેતરપિંડી
- જુનાગઢ અને ગુજરાતનાં અનેક સ્થળોએ છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ
- છેતરપિંડી કરનાર પિયુષ પટેલ નામનો આરોપી ઝડપાયો
- OLX અને CAR 24 એપ દ્વારા આરોપી શોધતો હતો શિકાર
Junagadh : જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારતા હોય અને કોઈ એપ્લિકેશન કે વેબસાઈટનો સહારો લેતા હોય તો ચેતી જજો..! કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જુનાગઢ પોલીસે (Junagadh Police) એક એવા આરોપીની ધરપકડ કરી છે જે આવી જ એપ્લિકેશનથી જુનાગઢ તેમ જ ગુજરાતનાં અનેક સ્થળોએ કાર ખરીદનાર અને વેચનાર બન્ને સાથે રૂ. 70 થી 72 લાખની છેતરપિંડી કરી છે.
Junagadh માં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનાં નામે છેતરપિંડી
વિગત મુજબ, મહેસાણાનો (Mehsana) સરકારી શિક્ષક રહી ચૂકેલો પિયુષ પટેલ OLX અને CAR 24 એપ્લિકેશન દ્વારા કાર વેચનારા અને ખરીદનારા સાથે ફોનથી સંપર્ક કરીને સોદા પાકા કરતો હતો. ત્યાર બાદ રકમ પોતાના ખાતામાં આવી જતા ફોન બંધ કરી દેતો હતો. આ અંગે એસ.પી. સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ધવલ પટેલ નામનો શખ્સ CAR 24 દ્વારા કારનો સોદો કર્યા બાદ રૂ. 2.25 લાખની રકમ લઈ ફોન બંધ કરી દીધા હોવાની ફરિયાદ મળી હતી, જેનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી તો માલૂમ થયું કે પિયુષ પટેલ નામનો શખ્સ ધવલ પટેલ નામથી ફોન પર વાત કરતો હતો.
આ પણ વાંચો - Dussehra 2025 : જામનગરમાં 70 વર્ષથી ભવ્ય ઉજવણી, અમદાવાદ-આગ્રાથી કારિગરો બોલાવ્યા
Junagadh માં સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના નામે છેતરપિંડી
કાર ખરીદનાર અને વેચનાર બન્ને સાથે 70થી 72 લાખની છેતરપિંડી
જૂનાગઢ અને ગુજરાતના અનેક સ્થળોએ છેતરપિંડી કરી
છેતરપિંડી કરનાર પિયુષ પટેલ નામનો આરોપી ઝડપાયો
OLX અને CAR 24 એપ દ્વારા આરોપી શોધતો શિકાર | Gujarat First#Gujarat… pic.twitter.com/NH6SHmfUpS— Gujarat First (@GujaratFirst) September 30, 2025
આરોપીએ 11 કારનાં સોદા કરી છેતરપિંડી આચરી હતી
તેમણે વધુમાં જણાવ્યું કે, જુનાગઢનાં (Junagadh) ડોક્ટરની સ્વિફ્ટ કારનો સોદો રૂ. 3.5 લાખમાં કરી ખરીદનારને રૂ. 2.25 લાખમાં કાર ખરીદવાની લાલચ આપી ખૂદના ખાતામાં રકમ જમા કરાવતો, જેવી રકમ મળે તરત જ ફોન બંધ કરી દેતો. ખરીદનાર રકમ આપી ધવલ પટેલને શોધતો રહી જતો. આમ આરોપીએ 11 કારનાં સોદા કરી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું કે, ભૂતકાળમાં શ્રવલોક કંપનીનાં કારનો શો રૂમ ધરાવતો હોય કોરોના કાળમાં શોરૂમ બંધ થતા નુકસાની ભરપાઈ કરવા આ શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો.
આ પણ વાંચો - સુરતમાં હજીરા Murder case ઉકેલાયો : આરોપીની 2 હજાર કિલોમીટર દૂરથી ધરપકડ, 100 રૂપિયા માટે થઈ હત્યા
'OLX' કે 'CAR 24' માં કોઈ કાર વેચવા મૂકતું તો તરત જ સંપર્ક કરતો
આ વ્યક્તિની મોરસ ઓપરેન્ડી હતી કે તે OLX કે CAR 24 માં કોઈ કાર વેચવા મૂકતું તો તરત જ તે તેનો સંપર્ક કરતો.ખરીદનારને સસ્તી અને વેચનારને ઊંચી કિંમત આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હતો. પોલીસે (Junagadh Police) હાલ મહેસાણાનાં આ છેતરપિંડી કરતા શખ્સને પકડી વધુ તપાસ હાથ ધરી છે. અનેક ગુનાઓમાં સામેલ આ શખ્સ સામે ભૂતકાળમાં પણ આ મોડેસ ઓપરેન્ડીથી 20 જેટલા ગુના કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ કારનામામાં કોઈ અન્ય લોકો સામેલ છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે .
આ પણ વાંચો - મેરિટાઈમ બૉર્ડના સંવેદનશીલ દસ્તાવેજો પત્રકાર Mahesh Langa ને આપનારા આરોપીનું બીમારીનાં કારણે મોત


