Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : નિવૃત RFO હનીટ્રેપનો શિકાર બન્યા! અંગત પળોનો વીડિયો ઉતારી માંગ્યા 40 લાખ!

મહિલાએ વન વિભાગનાં અધિકારીને રાજકોટ અને ચોટિલા બોલાવી અલગ-અલગ હોટેલમાં અંગત પળો માણી વીડિયો બનાવ્યો હતો.
junagadh   નિવૃત rfo હનીટ્રેપનો શિકાર બન્યા  અંગત પળોનો વીડિયો ઉતારી માંગ્યા 40 લાખ
Advertisement
  1. Junagadh માં નિવૃત RFO હનિટ્રેપનાં શિકાર થયા
  2. ફેસબુકનાં માધ્યમથી મહિલાનાં સંપર્કમાં આવ્યા હતા
  3. મહિલાએ બન્નેની અંગત પળોનો વીડિયો બનાવ્યો બ્લેકમેલ કર્યા
  4. ધમકી આપી રૂપિયા રૂ. 40 લાખની ખંડણી માગતા ફરિયાદ
  5. પોલીસે ફરિયાદનાં આધારે ત્રણ આરોપીને ઝડપી લીધા

Junagadh : જુનાગઢમાં એક નિવૃત વન અધિકારી હનીટ્રેપનો (Honeytrap) શિકાર બન્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ફેસબુકમાં આ અધિકારીને એક મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી વાતચીત થતી હતી. દરમિયાન, મહિલાએ વન વિભાગનાં અધિકારીને રાજકોટ અને ચોટિલા બોલાવી અલગ-અલગ હોટેલમાં અંગત પળો માણી વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ મહિલાએ પોતે ગર્ભવતી થઈ હોવાનું કહી ગર્ભપાત માટે રૂપિયા પડાવ્યા હતા. જ્યારે અન્ય એક યુવાને અધિકારીને ફોન કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 40 લાખની ખંડણી માગી હતી. આ મામલે અધિકારીએ બી ડિવિઝન પોલીસમાં (B Division Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -Rajkot : અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ!

Advertisement

Junagadh માં નિવૃત RFO ને મહિલાએ સો. મીડિયા થકી સંપર્ક કર્યો

જુનાગઢમાં (Junagadh) એક નિવૃત વન અધિકારી (RFO) હનીટ્રેપનો શિકાર બન્યા છે. ફેસબુકમાં આ અધિકારીને એક અજાણી મહિલાની ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ આવી હતી અને બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. એક વર્ષની વાતચીત દરમિયાન મહિલાએ વન અધિકારીને રાજકોટ (Rajkot) અને ચોટિલા મળવા બોલાવ્યા હતા અને અલગ-અલગ હોટેલમાં અંગત પળો માણી હતી. જો કે, ત્યાર બાદ મહિલાએ પોતે ગર્ભવતી હોવાનું કહી ગર્ભપાત માટે રૂપિયાની માગ કરી હતી. મહિલા દ્વારા નિવૃત્ત RFO પાસેથી રૂપિયા પડાવ્યા બાદ એક યુવક દ્વારા વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી રૂ. 40 લાખની ખંડણી માગવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો -Ahmedabad Police : દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર!

મહિલાએ બન્નેની અંગત પળોનો વીડિયો બનાવ્યો અને બ્લેકમેલ કર્યા!

પ્રાપ્ત માહિતી અનુસાર, જીસાન બદવી નામનો યુવાન અધિકારીને ફોન કરી વીડિયો વાઈરલ કરી ધમકી આપી રૂપિયા 40 લાખની ખંડણી માંગે હતી. આથી, આ મામલે અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (B Division Police Station) મહિલા સહિત 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વન અધિકારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -Gondal : ચોંકાવનારી ઘટના! મોબાઇલમાં રીલ્સ જોતા મેડિકલ સ્ટોરનાં માલિકે રૂ.1.01 કરોડ ગુમાવ્યાં!

Tags :
Advertisement

.

×